સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. 26 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્
.
શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી નૃગેન્દ્રપ્રસાદની નિશ્રામાં લક્ષ્મી નારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પુણા કેનાલ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. જેમાં બે હજારથી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી હતી. આ શાકોત્સવમાં હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ હજારો કિલો લોટનો પણ ઉપયોગ કરાયો હતો.
12 હજાર કિલો બાજરના લોટના 1 લાખ રોટલા તૈયાર કરાયા એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, જે રીતે આજે દેશમાં મહાકુંભ યોજાઇ રહ્યો છે તે મહી સુરતમાં શાકોત્સવ યોજાયો છે. શાકોત્સવમાં 20 હજાર કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા છે. સાથે સાથે 12 હજાર કિલો બાજરના લોટના રોટલા લગભગ 1 લાખ જેટલી સંખ્યામાં રોટલા તૈયાર કરાયા છે. સાથે 10,000 કિલો ખીચડી, 3,000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર, અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા હતા. શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે 10 જેટલા ચુલા તૈયાર કરાયા હતા. જેમાં 1 હજાર મણ લાકડાનો ઉપયોગ થયો હતો. 1 લાખ ભક્તો ભોજન પ્રસાદ લીધો હતો.
રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશનાં બંધારણ મુજબ વર્તવાનું છે લાલાજી મહારાજએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, આજે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ પણ મહત્ત્વ સમજો છો તેનો ગર્વ છે. આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પાછી પરંતુ પહેલા માણસ બનવાનું છે. રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશનાં બંધારણ મુજબ વર્તવાનું છે.
શિક્ષાપત્રી દ્વિષતાબ્દી મહોત્સવની જાહેરાત કરાઈ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના 200 વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્વિષતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શિક્ષાપતરીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી શકાય સર્વજીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે.