લખપત તાલુકાના રણ સરહદ નજીક આવેલી નિત્ય શિવ નિરંજન ગુફાના મહંત દિગંબર અશોક ભારતી બાપુ મંગળવારે પરત ફર્યા છે. તેઓ પ્રયાગરાજના કુંભમેળા અને કાશીના ચાર મહિનાના ધાર્મિક પ્રવાસેથી પાછા આવ્યા હતા. તેમના સ્વાગત માટે સેવકગણે ઘડુલીથી ગુનેરી સુધી ભવ્ય બાઈક રેલી
.
પ્રયાગરાજના કુંભમેળામાં અશોક ભારતી બાપુએ 45 દિવસ સુધી ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. તેમણે ભાવિકો માટે નિઃશુલ્ક રહેવા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. ચાર મહિના બાદ પરત ફરેલા મહંતનું ઉપસ્થિત ભાવિકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.