વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અભરામપુરા ગામમાં મિલકત માટે પ્રપૌત્રએ ઘર આંગણે જ બેઠેલી વૃદ્ધ દાદીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઈ હતી. જરોદ પોલીસે હત્યારાની ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
.
મિલકતને લઈ અવારનવાર ઝઘડા થતાં મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખોબલા જેવડા ગામ અભરામપુરા ખાતે દરીયાબહેન ગલાભાઈ ચૌહાણ (ઉ.વ. 90) પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓને તેમના પૌત્ર કરણસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉ.વ. 26) સાથે મિલકત માટે ઝઘડો ચાલતો હતો.
પૌત્રએ દાદી પર કુહાડીના ઘા ઝીંક્યા જોકે, દરીયાબેન પૌત્રને દાદ આપતા ન હતા. આથી પૌત્રને દાદી પર રોષ હતો. આજે દાદી દરીયાબેન ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન પૌત્ર કરણસિંહ ચૌહાણે દાદી પર કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બનતાં લોકો એકઠા થઈ ગયા હતા.
પોલીસે આરોપી પૌત્રને દબોચી લીધો બીજી બાજુ આ બનાવવાની જાણ જરોદ પોલીસને થતાં પીઆઇ જે. એ. બારોટ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને આરોપી ફરાર થઇ જાય પહેલાં તેણે દબોચી લીધો હતો. તે સાથે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના આ બનાવને પગલે ડીવાયએસપી આકાશ પટેલ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને વિગતો મેળવી તપાસ અધિકારીને જરૂરી સુચના આપી હતી.