બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનને ટ્રકે અડફેટે લેતા પોલીસ જવાનનુ મૃત્યું નીપજ્યું હતુ. પોલીસ જવાનને તેના માદરે વતન ખારી ગામે તેમની અંતીમયાત્રા નિકળી હતી. જ્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમવીધી કરાઈ.
.
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા વાસુરભાઈ ડાંગર જે ગઢડા તાલુકાના ઢસા ગામે રાજકોટ હાઈવે રોડ પર વાહન ચેકિંગની ફરજ બજાવતા હતા. તે દરમિયાન ફૂલ ઝડપે આવતાં ટ્રકે ટ્રાફિક પોલીસ જવાનને અડફેટે લેતાં પોલીસ જવાનને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ઢસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ટ્રાફિક પોલીસ જવાનના મૃત્યું ના સમાચાર મળતા બોટાદ પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો.
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાન વાસુરભાઈ ડાંગર મૂળ સિહોર તાલુકાના ખારી ગામના વતની હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે. ત્યારે ટ્રાફિક પોલીસ જવાનના પાર્થિવ દેહને તેમના માદરે વતન ખારી ગામે લાવવામાં આવેલ અને પોલીસ જવાનની અંતિમ યાત્રા નિકળી હતી. તેમજ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને ટ્રાફિક પોલીસ જવાનને અંતિમવિધિ કરાઈ હતી.