વન્ય પ્રાણીના હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિને રાજ્ય સરકાર આર્થિક સહાય તરીકે પાંચ લાખ રૂપિયા આપતી હતી જે રકમ વધારીને 2025 થી ₹10,00,000 આપવા જઈ રહી છે. આર્થિક વળતરમાં 100% નો વધારો કરવા છતાં પણ અન્ય રાજ્ય કરતા ગુજરાત 15 લાખ ઓછા આપે છે. વન્યજીવ સંરક્ષ
.
મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વળતર પેટે રૂપિયા 25 લાખ આપવામાં આવે છે. જ્યારે ઇજા પામનારની અપંગતા ઉપર સાડા સાત લાખ રૂપિયા જેટલું વળતર હોય છે. જ્યારે ગુજરાતમાં તે રકમ માત્ર હજારોની સંખ્યામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાયની રકમ કેટલી આપવી તે રાજ્ય સરકાર હસ્તક આપવામાં આવ્યું છે.
વળતર વન્ય પ્રાણીના જન્મ પર આધારિત સરકારના નિયમ મુજબ જે પ્રાણીનો જન્મ ઈંડામાંથી થયો હોય તેવા પ્રાણીના કરડવાથી મૃત્યુ થાય તો માણસને વળતર મળતું નથી. જ્યારે સાપ પકડવાનું લાયસન્સ લેનાર વ્યક્તિને ફરજિયાત દસ લાખ રૂપિયાનો પોતાનો જીવન વીમો લેવો પડે છે. પરંતુ સાપથી મૃત્યુ પામનાર વ્યક્તિને એક પણ રૂપિયો ચુકવતી નથી.
સરકારનું ગેજેટ છે, વધુ કહી શકાય નહીં સરકાર દ્વારા વળતરની રકમ વધારે કરવાનું ગેજેટ બહાર પડ્યું છે. સરકારના નિર્ણય છે, વધારે એમાં કશું કહી શકાય નહીં. – કિંજલ જોષી, એસીએફ વડોદરા