ચાલુ વર્ષે રાજકોટના આટકોટ પોલીસ મથક ખાતે કેટલાક આરોપીઓ સામે IPC ની કલમ 376(1), 376(2)(f), 376D, 354A, 504, 506 અને 201 મુજબ ગુનો નોંધાયો હતો જે સંદર્ભે પોલીસે પરેશ રાદડિયાની અને મધુ ટાઢાનીની ધરપકડ કરી હતી. પરેશ રાદડિયાએ રાજકોટની કોર્ટમાં જામીન અરજી ક
.
જ્યારે બીજા આરોપી મધુ ટાઢાનીની જામીન અરજી ઉપર રાજકોટની કોર્ટમાં 23 ઓકટોબરે વધુ સુનવણી છે. ત્યારે યોગ્ય રજૂઆતની તક માંગતી અરજી પીડિતાએ હાઇકોર્ટમાં કરી હતી.જેને હાઇકોર્ટે મંજૂર કરી છે. પરેશ રાદડિયાની જામીન અરજી અંગે પીડિતાને એક દિવસ અગાઉ જ નોટિસ મળી હતી. તો તેની લેખિત વાંધા અરજી કોર્ટે રેકોર્ડ ઉપર લીધી હતી. પરંતુ મૌખિક રજૂઆતની તક ન આપી હોવાનું પીડિતાએ જણાવ્યું હતું.
આ કેસમાં ફરિયાદીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં તપાસ IPS અધિકારી કે CBI ને સોંપવા અરજી દાખલ કરી છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ થઈ ચૂકી છે. રાજકોટના કન્યા છાત્રાલયમાં એડમિશન લીધા બાદ પીડિતાને રેક્ટર બનાવવામાં આવી હતી. 21 વર્ષની પીડિતાને ટ્રસ્ટીઓ દ્વારા છૂટછાટ લઈને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે તે છાત્રાલય છોડીને સુરત ગઈ ત્યાં પણ ટ્રસ્ટીઓ આવી પહોંચ્યા હતા અને તેની સાથે દુષ્કર્મમાં આચર્યું હતું. આરોપીઓ પીડિતાને લગ્ન નહિ કરવા અને જાનથી મારી નાખવા ધમકી આપતા હતા.