રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો રાધવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં રાધનપુરને જિલ્લો બનાવવા મુદ્દે ચૌધરીએ જણાવ્યં હતું ક
.
પોતે રાધનપુર આવતા હતા ત્યારે રસ્તામાં વાત નીકળી એ અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લો બનવો હોય તો જિલ્લા જેવું ગામ બનાવું પડે. રસ્તો, ગટર, પાણી, કાયદો વ્યવસ્થા, સુરક્ષા, પ્રજાની નિર્ભયતા, ઉદ્યોગ ધંધા, જીઆઇડીસી, અર્થતંત્ર એવું તૈયાર કરવું પડે કે દૂરથી જતાં લોકોને અહીં કરીએ એમ લાગે. આવી વ્યવસ્થા ઊભી કરવાનું કામ લવિંગજી કરશે એવો મને ભરોસો છે, ભવિષ્યમાં આપણો વારો આવી શકે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રાધવજી હોટલ અને પાટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયા પીલાયાતર અને વાઇસ ચેરમેન કેશૂભા પરમારનો સત્કાર સમારંભ મંગળવાર રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો.