Gujarat Local Body Elections : ગુજરાતમાં થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ‘ફ્લાવર શૉ 2025’, જાણો શું છે ટિકિટ દર
આગામી ચૂંટણીને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં 73 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી ઉપરાંત, 24 નગરપાલિકા, 92 તાલુકા પંચાયત સહિત અમદાવાદ, ભાવનગર અને સુરત એમ ત્રણ મહા નગરપાલિકાની પેટા ચૂંટણીની એક યાદી જાહેર કરવામાં આવી છે.