ગુજરાત રાજ્યની સ્થાપનાના 65 વર્ષની ઉજવણી નિમિત્તે ગોધરા ખાતે રાજ્ય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
.
કલેકટરે જણાવ્યું કે કાર્યક્રમમાં ત્રણ મુખ્ય આકર્ષણો રહેશે. સવારે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પરેડ શો થશે. સાંજે મેગા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં જિલ્લાના વિવિધ વ્યાપારી મંડળો, સેવાભાવી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કલેકટરે તમામ સંગઠનોને કાર્યક્રમના સફળ આયોજન માટે સહયોગની અપીલ કરી હતી.
પ્રાંત અધિકારી નીરિલ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી. ત્યારથી દર વર્ષે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

