Gujarat Wild Life News: ગીરનો સાવજ એટલે એશિયાઈ સિંહ ગુજરાત સહિત દેશભરનું ગૌરવ છે. આ સિંહને જોવા વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે. પરંતુ, છેલ્લાં અનેક સમયથી ગેરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ વધી રહગી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદે લાયન શો યોજવામાં આવી રહ્યો છે. વળી, બાજુ અનેક ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગીરમાં એશિયાઈ સિંહોની સંખ્યા તો વધી છે પરંતુ તેની સામે મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધ્યો છે. 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહના મોના સમાચાર સામે આવતાં હવે ચર્ચા થઈ રહી છે કે, શું એશિયાઈ સિંહના લુપ્ત થવાનું જોખમ વધ્યું છે?
સિંહના મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો
આ મુદ્દે ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં સરકારે સિંહનો મૃત્યુઆંક વધ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સિહં અને બાળસિંહના મૃત્યુમાં ચિંતાજનક વધારો થયો છે. બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને બાળસિંહના મૃત્યુ થયા છે. 102 સિંહ અને 126 સિંહબાળના કુદરતી રીતે મોત નિપજ્યા છે. વળી 41 સિંહ અને 14 બાળસિંહના અકુદરતી મૃત્યુ નિપજ્યાં છે. વર્શ 2023માં 121 સિંહ અને સિંહબાળના મોત થયા હતાં. વર્ષ 2024માં 165 સિંહ અને બાળસિંહના મોત થયા છે.
દીપડાની મોતની સંખ્યા પણ વધી
આ સિવાયના રાજ્ય સરકારના જવાબમાં, ગુજરાતમાં બે વર્ષમાં 456 દીપડાના પણ મોત નોંધાયા છે. 201 દીપડા અને 102 બાળદીપડાના કુદરતી મોત નિપજ્યા છે. તેમજ 115 દીપડા અને 38 બાળદીપડાના અકુદરતી મોત નિપજ્યા છે. વર્ષ 2023માં 2225 તેમજ વર્ષ 2024માં 231 દીપડાના મોત નિપજ્યા છે.