ગુજરાતી મૂળની યુવતી ઝીલ આહીરની અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના આર્ટેશિયા સિટી કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત થઇ છે. આ ચૂંટણીમાં તેને ભારતીય સમુદાયનું મોટાપાયે સમર્થન મળ્યું હતું. અત્યારસુધીમાં કોઇ સાઉથ એશિયન મહિલા સિટી કાઉન્સિલની ચૂંટણીમાં જીતી નહોતી.
.
સાડી પહેરીને શપથ લીધા ચૂંટાયા બાદ તેણે 9મી ડિસેમ્બરે આર્ટેશિયા સિટી હોલમાં શપથ લીધા હતા. અમેરિકામાં જન્મ થયો હોવા છતાં શપથ વખતે ઝીલ ભારતીય પરંપરાને ભૂલી નહોતી. તેણે ભારતીય સંસ્કૃતિને છાજે તેવી સાડી પહેરીને શપથ લીધા હતા.
ઝીલે ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરીને શપથ લીધા હતા
સકારાત્મક પરિવર્તન લાવવાનો ઝીલનો નિર્ધાર શપથવિધિ પછી ઝીલે આર્ટેશિયાના વિકાસ માટે તમામ પ્રયત્નો કરવાનો અને સ્થાનિક જીવન ધોરણ, શિક્ષણ, વેપાર સહિતના અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ઝીલના માતા પિતા મૂળ સુરતના વતની ઝીલના માતા પિતા મૂળ સુરતના વતની છે અને છેલ્લા 34 વર્ષોથી લોસ એન્જેલસમાં રહે છે. ઝીલનો જન્મ અને ઉછેર પણ લોસ એન્જેલસમાં થયો છે. ઝીલે ફૂલરટોન સ્ટેટ કોલેજમાંથી અંડર ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. જ્યારે બાર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી સાયકોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયામાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
ઝીલને ભારતીય સંસ્કૃતિ અને રીત રિવાજ પ્રત્યે માન ઇન્ડો અમેરિકન કલ્ચરમાં ઉછરેલી ઝીલને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઘણું માન છે. તે હિન્દુ રીતરિવાજ પાળે છે. હંમેશા કોઇને મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવતી ઝીલને સામાજિક કાર્યોમાં પણ રૂચિ છે. તે ઘણા ઇન્ડો અમેરિકન એસોસિએશન્સ સાથે જોડાયેલી છે.
ઝીલનું ચૂંટણી કેમ્પેન