ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવળી ઋતુનો અનુભવ થાય છે. જેમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયા બાદ કેટલીક વખત છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી જતા હતા, પરંતુ હવે છેલ્લા પાંચ દિવસથી દિવસ દરમિયાન અત્યંત ગરમીનો અહેસાસ થયા બાદ વહેલી સવારે ઠંડકનો અનુભવ થા
.
આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. હાલમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં ફરેફારની કોઈ શક્યતા નથી, પરંતુ ધીમે ધીમે જેમ નવેમ્બર મહિનો નજીક આવશે તેમ પાંચ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર નોંધાઈ શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સમાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 31.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સમાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 21.8 ડિગ્રી નોંધાયું હતું. જોકે, 23 તારીખના રોજ જે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તેના કરતા બે ડિગ્રી જેટલું ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. એટલે કે, ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા જઈ રહ્યો છે, પરંતુ હજુ પણ આગામી પાંચ દિવસ દરમિયાન આ પ્રકારનું વાતાવરણ યથાવત રહેશે.