ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર
.
અમદાવાદીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ભવ્ય જીતને લઈને અમદાવાદના ખોખરા વિસ્તારમાં ક્રિકેટ રસીકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય થતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.



તિરંગા સાથે સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા ભારતની ભવ્ય જીતને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત શહેરના ભાગળ રસ્તા પર ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી હતી. સુરતીઓ તિરંગા સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ ભવ્ય આતશબાજી કરીને ટીમ ઇન્ડિયાની જીતને વધાવી હતી.




રાજકોટિયન્સે ઇન્ડિયા… ઇન્ડિયાના નારા લગાવ્યા રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર યુવાનો હાથમાં ભારતનો તિરંગો લઇ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા અને સાથે આગામી ફાઇનલ મેચમાં પણ ભારતનો જ વિજય થશે અને ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતીને લાવશે… લાવશે… અને લાવશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


ભારતની જીત થતા વડોદરામાં જશ્નનો માહોલ તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત થતા વડોદરામાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં લોકોએ ફાટકડા ફોડીને ઉજવણી કરી હતી. લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.



