અમદાવાદ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનિષા લવકુમાર શાહ અને મિતેષ અમીનની નિમણુક કરવામાં આવી છે. જેનું નોટીફિકેશન ગુજરાત રાજ્યના કાયદા વિભાગ દ્વારા બહાર પડાયું છે. મનીષા લવકુમાર શાહ હવે ગુજરાતના પહેલા મહિલા એડિશનલ એડવોકેટ જનરલ બન્યા છે. મિતેષ અમીન અને મનિષા શાહ સરકારી એડવોકેટ તરીકે અનુક્રમે ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર અને ગવર્મેન્ટ પ્લીડર તરીકે હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં દેશમાં આવેલી તમામ હાઇકોર્ટમાં ફક્ત ગુજરાત હાઇકોર્ટમાં મહિલા ચીફ જજ છે. જ્યારે એડવોકેટ જનરલ તરીકે કમલ ત્રિવેદી છે.
મનિષા શાહ કોણ છે મનીષા શાહે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી