ગુજરાતનો સૌથી મોટો STP અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેન્કની લોનમાંથી રૂ. 600 કરોડના ખર્ચે 424 MLDનો STP બનાવવામાં આવશે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજના પાણીના નિકાલ માટે હવે પીરાણા ખાતે સુએઝ ટ્રીટમ
.
વર્લ્ડ બેન્કની લોનથી STP પ્લાન્ટ તૈયાર થશે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર સપ્લાય એન્ડ સુએજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરના વર્લ્ડ બેન્ક ફંડીંગ પ્રોજેક્ટ અંતર્ગત Gujarat Resilient Cities Partnership: Ahmedabad City Resilience Project હેઠળ નવા પીરાણા ખાતે નવો 424 MLD ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સહિતના કામ માટે અને જુદા-જુદા સુએઝ પમ્પીંગ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવશે. જેના માટે વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવશે.
લોનના મુદ્દલ તેમજ વ્યાજનુ પેમેન્ટ AMC કરશે આજે મળેલી વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીમાં એલ એન્ડ ટી ઇન્ટ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વર્લ્ડ બેન્ક દ્વારા લોન તરીકે પ્રોજેકટની અંદાજીત રકમના 70 રકમ આપવામાં આવશે. જયારે બાકીની 30 ટકા રકમમાં રાજય સરકારનો ફાળો 15 ટકા તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 15 ટકા ફાળો રહેશે. લોનનો સમયગાળો 20 વર્ષ અને મોરાટોરિયમ સમયગાળો 5 વર્ષ જ્યારે રીપેમેન્ટ સમયગાળો 15 વર્ષનો રહેશે. લોનના મુદ્દલ તેમજ વ્યાજનુ પેમેન્ટ AMC દ્વારા કરવામાં આવશે.
પૂર્વ વિસ્તારમાં લોકોના ડ્રેનેજની સમસ્યા ઉકેલાશે ગુજરાત અને અમદાવાદનો સૌથી મોટો STP પીરાણા ખાતે બનવાના કારણે પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા, ઓઢવ, રખીયાલ, ગોમતીપુર, ભાઈપુરા, ખોખરા, બાપુનગર, જશોદાનગર, વિરાટ નગર, ઈસનપુર, લાંભા, વટવા, ઘોડાસર વગેરે વિસ્તારમાંથી નવા પીરાણા ખાતે આવતા ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ થશે અને સાબરમતી નદીમાં પણ ટ્રીટમેન્ટ થઈ અને પાણી જશે. આગામી 10 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સ સાથે આ પ્લાન્ટ રાખવા માટેની દરખાસ્ત આજે મંજૂર કરાઈ છે.