સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે તા.7 ફેબ્રુઆરી, 2025ના રોજ ભવ્ય શણગાર કરવામાં આવ્યો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ અદભુત શણગાર સજાવવામાં આવ્યો હતા.
.
સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી. દાદાના સિંહાસનને 200 કિલો સેવંતી અને ગુલાબના મિશ્રિત રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. વિશેષ રૂપે, દાદાને સાળંગપુરમાં તૈયાર કરવામાં આવેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/7736ab1a-be25-4643-8e35-eb50dc10e8b4_1738899974336.jpg)
એક હરિભક્તના યજમાન પદે સાંજે 4થી 6:15 વાગ્યા સુધી દાદાનું રાજોપચાર પૂજન યોજવામાં આવ્યું. આ દિવ્ય શણગાર, આરતી અને દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં થયેલો આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/97a7d460-9b97-4550-9a44-57fcbf09a4bc_1738900218054.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/9a7a2cbb-c0e9-437c-a990-289ae8c68ab4_1738899974336.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/29c3fd5a-ab0c-423c-98df-3c998f86cdd6_1738899974336.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/ca3dd403-2548-42ca-a0f9-38e6172c7aed_1738899974336.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/7410e020-5a45-4f3d-84d2-5bb0161fe1b7_1738899974336.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/07/00852be3-30d3-4db3-8705-4867c7ba67c7_1738899974336.jpg)