Updated: Dec 9th, 2023
image : Freepik
– સંતાનમાં બે દીકરીઓ થતા સાસરીવાળા દ્વારા પરણીતાને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાંસ ગુજારવામાં આવતો હતો જે અંગે પોલીસે ગુનો દાખલ કરે તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી પરણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ 2004 માં જીતેન્દ્ર વસાવા રહેવાસી ગામ બહાર તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન મારે સંતાનમાં બે દીકરી છે લગ્નના પાંચ વર્ષ પછી મારા સાસરિયા દ્વારા દહેજની માંગણી કરીને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
મારા પતિ કહેતા હતા કે મારી લોનના રૂપિયા ભરવાના બાકી છે અને દેવું વધી ગયું છે તું તારા પિતાના ઘરેથી પૈસા લઈ આવ.. મારે સંતાનમાં દીકરો ન હોવાથી મારી સાસરીવાળા કહેતા હતા કે તારે બે દીકરી છે અને તારી દીકરીઓનો અમારાથી પાલનપોષણ થઈ શકે તેમ નથી. તું તારા પિયરમાંથી પૈસા લઈ આવ નહિતર તારી બંને દીકરીઓને પિયરમાં મૂકી આવ. મારા પતિ દારૂ પીને આવી મારઝૂડ કરતા હતા.