જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે એક વિશેષ આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 3 એપ્રિલ 2025ના રોજ ડો. આંબેડકર ભવન ખાતે યોજાયો. આયુષ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી આયોજિત આ કેમ્પમાં વિવિધ રોગોની ત
.
કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશીયા, કમિશનર ડો. ઓમ પ્રકાશ IAS, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા અને સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. ચિરાગ માકડીયા પણ કાર્યક્રમમાં જોડાયા.
કેમ્પમાં હાડકાં, જનરલ સર્જરી, હૃદયરોગ, સ્ત્રીરોગ અને મેડિસિનની તપાસની સાથે એક્સ-રે, ઇસીજી અને ડાયાબિટીસની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી. જરૂરી લેબોરેટરી રિપોર્ટ્સ પણ હોસ્પિટલની લેબમાં કરી આપવામાં આવ્યાં હતા.

મેયર અને અન્ય પદાધિકારીઓએ સફાઈ કર્મચારીઓને તેમના આરોગ્યની કાળજી લેવા અને કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં આયુષ હોસ્પિટલના આદિત્ય મહેતા અને તેમની ટીમ તેમજ મહાનગરપાલિકા તરફથી રાજેશ ત્રિવેદી, હિતેશ પરમાર અને ધર્મેશ ચુડાસમાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.














