ગીર સોમનાથ જિલ્લાના ખંઢેરી મુકામે કારડીયા રાજપૂત સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું, જેમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે નિર્માણાધીન ભવાનીધામના નિર્માણકાર્યને લઈને યોજાયેલા આ સંમેલનમાં ગીર સોમનાથ અને જૂનાગઢ
.
અધ્યક્ષીય ઉદ્બોધનમાં વજુભાઈ વાળાએ સમાજને સંસ્કારી અને સંગઠિત બનવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે મા ભવાનીધામ માત્ર મંદિર નહીં, પરંતુ સંસ્કાર ધામ છે. તેમણે વ્યસનમુક્તિ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે, પુરુષોએ વ્યસનથી અને બહેનોએ ફેશનથી મુક્ત થવું જરૂરી છે, જેથી સમાજ પ્રગતિ કરી શકે.
અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને માજી કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે સમાજના ઉત્કર્ષની વાત કરી અને મા ભવાનીધામના ટ્રસ્ટ મંડળમાં સ્થાનિક પ્રતિનિધિત્વની માગ કરી. સંમેલનમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને માજી કેબિનેટ મંત્રી જશાભાઇ બારડે સમાજના સંગઠન અને ઉત્કર્ષની વાત રજૂ કરી હતી. તો સાથે સાથે મા ભવાનીધામના ટ્રસ્ટી મંડળમાં આ વિસ્તારમાંથી પણ ટ્રસ્ટ સ્થાન આપવા સમાજ વતી વજુભાઈ વાળાને અપીલ કરી હતી.
સંમેલનમાં રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ, માજી ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, લક્ષમણભાઈ પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, શીવાભાઈ સોલંકી સહિત સમાજ શ્રેષ્ઠીઓ એ સમાજના સર્વાંગી વિકાસ અને મા ભવાનીધામના નિર્માણ કાર્યમાં વધુમાં વધુ દાન આપવા જણાવ્યું હતું.
મહાસમેલનમાં કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને યુવા અગ્રણી શિવાભાઈ સોલંકી એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજમાં યુવાધન નશાના રવાડે ચડી ગયું છે, તેને પાછું વળવા અને સમાજને નશામુક્ત બનાવવા આહવાન કરતાં ઉપસ્થિત સમાજના લોકોએ વાતને વધાવી હતી.
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કારડીયા રાજપુત સમાજનું સંમેલન ખંઢેરી મુકામે વી.પી ઝાલા શૈક્ષણિક સંસ્થાના વિશાળ પ્રાંગણમાં યોજાયું હતું. સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અંદાજે 120 કરોડના ખર્ચે બનનાર ભવાનીધામનું આશરે 8500 ટન મકરાણાના આરસપહાણથી નિર્માણ થઈ રહ્યું છે. મંદિરની વિશેષતા જોઈએ તો ઉંચાઈ -133 ફૂટ, લંબાઈ- 257 ફૂટ અને પહોળાઈ 221 ફૂટ અંદાજિત રહેશે. સમગ્ર મંદિરમાં આશરે 124 સ્તંભ બનશે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા મા ભવાનીના આ મંદિરમાં 1700થી પણ વધુ દર્શનાર્થી એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ત્યારે રાજપૂત સમાજ આ ભવાનીધામને સંસ્કારધામ તરીકે પણ વિકસાવી રહ્યો છે.
ભવ્ય ભવાનીધામના નિર્માણ કાર્યને લઈ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કારડીયા રાજપૂત સમાજના આ મહાસંમેલનમાં સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ, સમસ્ત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, વી.પ.ઝાલા કેળવણી મંડળના જેન્તીભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, કાળાભાઈ ઝાલા, શિવાભાઈ સોલંકી, રાજવીરસિંહ ઝાલા સહિત સમાજ ના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો 89મો જન્મ દિવસ હોય સંમેલનમાં વી.પી.ઝાલા કેળવણી મંડળના પ્રમુખ જેન્તીભાઈ ઝાલા સહિત સંસ્થા પરિવાર દ્વારા વજુભાઇને મુમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.