ગાંધીનગર નાર્કોટીક્સ સેલ સીઆઈડી ક્રાઈમ દ્વારા 20 ઓક્ટોબરની રાત્રે સુરતમાં રેડ કરીને ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી બર્થ ડે પાર્ટી ઝડપી પાડી હતી. આ બર્થ ડે પાર્ટી કરી રહેલી 8 સ્પા ગર્લ સહિત 9 યુવતી અને પાંચ યુવાનોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ એમડી ડ
.
અમિત અને તેની પ્રેમિકા ઘણા મહિનાઓથી અહીં રહે છે મળતી માહિતી પ્રમાણે સુરતના મગદલ્લા ગામ ખાતે આવેલા જલારામ કુટીર એપાર્ટમેન્ટમાં ચોથા માળે 40 વર્ષીય અમિત યાદવ રહે છે. અમિત યાદવનો અહીં પોતાનો ફ્લેટ છે. આ ફ્લેટમાં તે સ્પા ગર્લ એવી પ્રેમિકા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. અમિત નોકરી કરે છે જ્યારે તેની ઇસ્ટ સિક્કિમની રહેવાસી એવી પ્રેમિકા સ્પામાં કામ કરી ગુજરાન ચલાવે છે. અમિત અને તેની પ્રેમિકા ઘણા મહિનાઓથી અહીં રહે છે.
ગઈકાલે તમામ આરોપીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો અમિતનો બર્થ ડે હોવાથી રાત્રે એન્જિનિયર મિત્ર પીગલ જયેશભાઈ પટેલ, હીરા દલાલ દિલીપ પ્રાણશંકર ચક્રવર્તી, ડેટા પ્રોસેસર તરીકે કામ કરતા હર્ષલ જયેન્દ્રભાઇ મોહિતે, જમીન દલાલ વિરલ કનુભાઈ ટાંક અને તેની પત્નીના બર્થ ડેની ઉજવણી માટે પોતાના ભાડાના ફ્લેટમાં બોલાવ્યા હતા. અમિતની પ્રેમિકા એવી સ્પા ગર્લ પોતાની સાત સ્પામાં કામ કરતી મહિલા મિત્રોને બર્થ ડે પાર્ટીમાં બોલાવી હતી. આ બર્થ ડે પાર્ટીમાં એમડી ડ્રગ્સ, ગાંજો અને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ પણ લાવવામાં આવ્યો હતો.
જલારામ કુટીરમાં ચોથા માળે પાર્ટી થતી હતી સુરતના મગદલ્લા ગામમાં આવેલા જલારામ કુટીરમાં ચોથા માળે આવેલા અમિતના ફ્લેટમાં એમડી ડ્રગ્સનું સેવન થતું હોવાની ગાંધીનગર નાર્કોટીક્સ સેલ સીઆઇડી ક્રાઇમમાં ટીપ મળી હતી. જેથી સુરત સીઆઈડી ક્રાઈમની સાથે ટીમ દ્વારા અમિતના ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. એમડી ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે થનાર આ બર્થ ડે પાર્ટી ઝડપાઈ હતી. સીઆઈડી ક્રાઇમ દ્વારા આઠ સ્પા ગર્લ, એક સુરતી યુવતી સહિત નવ મહિલા અને પાંચ યુવાનોને ઝડપી પાડ્યા હતા.
આટલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો રેડ દરમિયાન ફ્લેટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ 9.31 ગ્રામ કિંમત રૂપિયા 93,100, હાઇબ્રીડ ગાંજો 22.83 ગ્રામ કિંમત રૂપિયા 68,490, વિદેશી દારૂની અધૂરી બોટલો નંગ-7 (બ્લેન્ડર પ્રાઇડ, પ્રિમીયમ વિસ્કી, રોયલ ચેલેન્જર વગેર) કિંમત રૂપિયા 3311, ગ્લાસમાં ભરેલ દારૂ 600 મિલી કિમત રૂપિયા 1661, મોબાઈલ ફોન નંગ 13 કિંમત રૂપિયા 2,93,000, એસેન્સીયલ સિગારેટ કિંમત રૂપિયા 20 અને ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા 700 સહિત કુલ રૂપિયા 4,63,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે.
અમિત પંદર વર્ષ નેવીમાં નોકરી કરી ચૂક્યો છે પોતાના જન્મ દિવસ નિમિત્તે રેવ પાર્ટી યોજનારો અમિત યાદવ ખૂબ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે શીપમાં કામ કરે છે. આ અગાઉ પંદર વર્ષ તેણે ભારતીય નેવીમાં નોકરી કરી હતી. જો કે, નેવી સાથે તે જોડાયેલો હતો કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે. અમિતે સ્પા ગર્લ સ્ટેલા તમાંગ સાથે લગ્ન કર્યાની વાત પણ જણાવી હતી. સ્ટેલા તથા પાર્ટીમાં પકડાયેલી અન્ય યુવતીઓ સ્પા સાથે સંકળાયેલી છે. પાર્ટીમાં જલસાની બધી સગવડ અમિતે જ કરી હોવાથી એ અંગે તેની પૂછપરછ કરાઇ રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓના 24 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 24 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રિમાન્ડ માટેના મુદ્દા
- આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, હાઇબ્રિડ ગાંજો, વિદેશી બ્રાન્ડની વ્હિસ્કી, સિગારેટ સહિત 4,63 લાખ તે ક્યાંથી આવ્યા?
- સ્પા ગર્લના પતિ અમિત યાદવે યોજેલી બર્થડે પાર્ટીમાં તમામ ગેરકાનૂની સવલતોની સગવડ અંગે પૂછપરછ કરવાની છે
- મગદલ્લા ગામના કરિઝમા મહોલ્લામાં જલારામ કુટિર એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટના ફ્લેટ પરપ્રાંતીય અને વિદેશી છોકરીઓને ભાડે આપવામાં આવ્યા હતા. ક્યારથી એકબીજાને ઓળખે છે?
- 403 નંબરના ફ્લેટમાં અમિત યાદવ તથા કેટલીક યુવતીઓ રહે છે. આ યુવતીઓ સ્પામાં નોકરી કરે છે. સ્પા ગર્લ સ્ટેલા તમાંગ સાથે પતિ તરીકે રહેતા અમિતનો રવિવાર 20મી તારીખે અમિત યાદવનો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે પાર્ટી આપી હતી.
- પાર્ટીમાં અમીતે તેની પત્ની સ્ટેલાની સ્પામાં નોકરી કરતી બહેનપણીઓ, તેમના પતિ તથા કેટલાક અંગત કસ્ટમર્સને બોલાવ્યા હતાં.
- આ મહેમાનો માટે ડ્રગ્સ, ગાંજો, વિદેશી શરાબ, સિગારેટ એમ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી
- પાંચ પુરુષો અને નવ યુવતીઓ માદક પદાર્થોનો નશો કરવા સાથે દારૂનું સેવન કરતાં રંગેહાથ ઝડપાયા હતાં.