અમદાવાદ,ગુરૂવાર
ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે થયેલી તપાસમાં પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનમાં ૧૧૨ દર્દીઓના મોતની ચોંકાવનારી વિગતો આવતા રાજ્યનું ગૃહ વિભાગ સતર્ક થયું છે. જે અનુસંધાનમાં શુક્રવારે એક તાકીદની બેઠક બોલાવીને તમામ ૧૧૨ દર્દીઓના મરણ અંગે ઝીણવટપૂર્વક તપાસ કરીને ઝડપીથી રિપોર્ટ મળી શકે તે માટે ગૃહવિભાગ અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ સાથે એક સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમને નિયુક્ત કરશે. જેમાં મેડીકલ એક્સપર્ટ, ફોરેન્સીક એક્સપર્ટ અને અન્ય સિનિયર પોલીસ અધિકારી હશે. જે ૧૧૨ દર્દીઓના મોત મામલે ક્રાઇમબ્રાંચની સાથે મળીને તપાસ કરશે.
બીજી તરફ પીએમજેેએવાય વિભાગના અધિકારીઓની સંડોવણીને લઇને હજુ સુધી કોઇ તથ્યો સામે ન આવતા ગૃહવિભાગે આ મામલે પણ રિપોર્ટ માંગ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, ડૉ. સંજય પટોળિયા, મિલિન્દ પટેલ, રાહુલ જૈન સહિતના આરોપીઓએ પીએમજેઆવાય હેઠળ કરોડોની કાળી કમાણી કરવા માટે એક નેટવર્ક બનાવ્યું હતું. જેમાં દર્દીઓના જીવને બદલે તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્ય સરકારી યોજના તેમજ વીમા કંપનીઓ સાથે મળીને પૈસા કમાવવાનું જ લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેથી ઓપરેશન દરમિયાન મેડીકલ એક્સપર્ટને હાજર રાખવાનો ખર્ચ બચાવવાની સાથે નબળી ગુણવતાના સાધનોનો ઉપયોગ થતો હતો. આમ, ગંભીર બેદરકારીને પગલે ૧૧૨ દર્દીઓના મોત નીપજ્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા ગૃહવિભાગ આ મામલે એક્શન મોડમાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુંજબ શુક્રવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજીને ૧૧૨ દર્દીઓના મોત અંગેની તમામ વિગતો મંગાવવામાં આવી છે. સાથેસાથે અત્યાર સુધી ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવેલી તપાસ અંગે પણ તમામ માહિતી માંગી હતી. આ સમગ્ર કૌૈભાંડમાં ખ્યાતિ હોસ્પિટલના તબીબો અને ડીરેક્ટરો તેમજ સીઇઓ જ નહી પણ પીએમજેએવાય હેઠળ કામ કરતા આરોગ્ય વિભાગ અધિકારીઓની ભૂમિકા શરૂઆતથી જ શંકાસ્પદ છે. તેમ છતાંય, ક્રાઇમબ્રાંચ હજુ સુધી માત્ર નિવેદન અને સમન્શ પાઠવવાની જ કામગીરી રહ્યું હોવા અંગેની નોંધ ગૃહવિભાગ દ્વારા લેવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગના કેટલાંક મોટા અધિકારીઓ દ્વારા પીએમજેએવાયની માહિતી ક્રાઇમબ્રાંચને આપવામાં લાંબો સમય લેવામાં આવ્યો હતો. આમ, પીએમજેએવાયની ભુમિકા પણ શંકાસ્પદ રહી છે. બીજી તરફ વીમા કંપનીઓ દ્વારા પણ વીમો પાસ કરાવવાની કામગીરી શંકાસ્પદ છે. જેથી આ સમગ્ર કૌભાંડમાં ૧૧૨ દર્દીઓના શંકાસ્પદ મોતની સાચી વિગતોને ખુલ્લી કરવા માટે ગૃહવિભાગ દ્વારા એક સ્પેશીયલ ઇન્વેસ્ટીગંેશન ટીમ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ૧૧૨ મૃતક દર્દીઓની તમામ ઝીણવટભરી વિગતો જેમ કે મેડીકલ હિસ્ટ્રી, ઓપરેશન પહેલા રિપોર્ટ, ઓપરેશન દરમિયાન હાજર રહેલા તબીબો અને સ્ટાફ, ત્યારબાદની સારવાર અને તેમને આપવામાં આવેલી દવાઓ તેમજ સારવારનો સમાવેશ થાય છે. એસઆઇટી ક્રાઇમબ્રાંચ સાથે મળીને ૧૧૨ દર્દીઓના મોત અંગે તપાસ કરીને રિપોર્ટ ફાઇલ કરશે.જેના પુરાવાને આધારે ેબેદરકારી સામે આવશે તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો વિરૂદ્ધ વધુ ગુના પણ નોંધવામાં આવશે.