Rajkot News : રાજકોટના જસદણના આંબરડી ખાતેની શાળાની હોસ્ટેલમાં ગૃહપતિએ વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શાળાની હોસ્ટેલના ગૃહપતિ અને આચાર્ચ સામે ફરિયાદ નોંધાઈ છે.
હોસ્ટેલના ગૃહપતિએ 14 વર્ષીય વિદ્યાર્થી પર અભદ્ર વર્તન કર્યું
મળતી માહિતી મુજબ, રાજકોટના જસદણમાં શાળાની હોસ્ટેલના ગૃહપતિએ 14 વર્ષીય વિદ્યાર્થી પર અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે, ત્યારે હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ગોંડલ ચોકડી પર બ્રિજનો જોઈન્ટ છુટો પડી ગયો, વાહન ચાલકો માટે બ્રિજ બન્યો જોખમી
આ મામલે જસદણ પોલીસે પોક્સો, એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર ઘટના મામલે પીડિત વિદ્યાર્થીએ વાલીને જાણ કરી હતી, ત્યારબાદ વિકૃત ગૃહપતિ સહિત આચાર્ય પર પોલીસ ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.