ગોડાદરામાં ગાડી પાર્ક કરવાના મામલે થયેલા ઝઘડામાં પડોશીઓએ ભેગા મળી માર મારતા હોટલ માલિકનું મોત થયું હતું. જેમાં પોલીસે 8 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે.
.
23મી ઓક્ટોબરે બનેલા બનાવમાં ગોડાદરાની લક્ષ્મીપાર્કમાં બલેનોના ચાલકે જોર જોરથી હોર્ન વગાડ્યો હતો. જેથી ત્યાં રહેતા ડોક્ટર બહાર નીકળ્યા હતા. તે વખતે તેમના ભાઈ ગણપતની બાઇક પાર્ક કરેલી હતી. જેથી ફોરવ્હીલ પસાર થઈ શકે તેમ ન હતું. ડોક્ટરે બાઇક સાઇડ ખસેડતા કારમાંથી ઉતરી વલ્લભ કવાડ માથાકૂટ કરી હતી. આથી ડોક્ટરનો ભાઈ અને માતા પણ આવી ગયા હતા. જેમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. વલ્લભ અને તેના ભાઈ તેમજ પરિવારે બંને ભાઈને બેટ અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. જેથી 30 વર્ષીય હોટલ માલિક ગણપત મકવાણાને છાતીમાંં દુખાવો થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
8 સામે ગુનો, આરોપી વલ્લભ કવાડ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે
આ આરોપીઓ સામે ગુનો નોંધાયો
_photocaption_મૃતકના ડોક્ટર ભાઈ રાકેશ મકવાણાએ ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે વલ્લભ વીરા કવાડ, ધીરૂ વીરા કવાડ, કિશન ધીરૂ કવાડ, અશ્વિન કવાડ, પ્રવિણ વીરા કવાડ, જયેશ કવાડ, જ્ય પ્રવિણ કવાડ અને નરેન્દ્ર હડીયા(તમામ રહે.લક્ષ્મીપાર્ક,ગોડાદરા)ની સામે રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં પ્રવિણ કવાડ લક્ષ્મીપાર્કનો પ્રમુખ છે. જ્યારે વલ્લભ કવાડ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોવાની વાત છે.