રાજ્યભરનાં 790 સેન્ટર પર બપોરે 12થી 3 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી.
ધોરણ 8માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12માં અભ્યાસની સ્કોલરશિપ આપીને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો કરવા માટે શનિવારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ (એનએમએમએસ) એક્ઝામ યોજાઈ હતી. રાજ્યોમાં પરીક્ષા માટે નોંધાયેલા કુલ 2.27 લાખમાંથી 2.20 લાખ વિ
.
આ પરીક્ષામાં ભારતની સસંદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવાઈ છે, ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વિધાનસભા પરિષદ નથી?, કઈ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરે તો ડાયાબિટીસ થાય?, પેટ્રોલિયમ’ શબ્દ ‘પેટ્રો’નો અર્થ શું થાય છે?, અંગ્રેજ શાસન દરમિયાન કઈ ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરાઈ?, ભારતમાં બંધારણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? સહિતના વિવિધ પ્રકારના રસપ્રદ અને જ્ઞાનની ચકાસણી કરે તેવા પ્રશ્નો પુછાયા હતા. આ પરીક્ષામાં સૌથી વધુ હાજરી નવસારીમાં 98.99 નોંધાઈ હતી.
ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો કેટલાક સરળ, કેટલાક અઘરા
પ્રશ્નપત્ર વિભાગ-1માં માનસિક ક્ષમતાને લગતા 1થી 90 પ્રશ્નમાં સામાન્ય વિજ્ઞાન, અંગ્રેજી શબ્દકોશ અને ક્રમ, મનોવૈજ્ઞાનિક પ્રશ્નો, મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવો, વ્યવહારિક ગણિત, કોયડા, આતંર સબંધો, વિશેષ દિન, આકૃતિ આધારિત પ્રશ્નો, શબ્દ સબંધ,શ્રેણી આધારિત પ્રશ્નો, તાર્કિક પ્રશ્નો, નકશા આધારિત પ્રશ્નો, ધાતુની કિંમત આધારિત પ્રશ્નો, ભૂમિતિના અને સંભાવના આધારિત પ્રશ્નો પુછાયા
વિભાગ-2માં શાળાકીય યોગ્યતા કસોટીમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આધારિત પ્રશ્નો હતા. ગણિતમાં ટકાવારી, ખૂણાની જોડના પ્રકાર, સમિતિ ગુણોત્તર, બહુકોણ આધારિત, સમેય સંખ્યા, સંભાવના આધારિત પ્રશ્નો હતા. વિજ્ઞાનમાં માનવ શરીરનાં અંગો અને ગ્રંથિ આધારિત, ખેતીની આધુનિક પદ્ધતિ, પ્રકાશ અને તેની ઘટના આધારિત પ્રશ્નો હતા. સામાજિક વિજ્ઞાનમાં રાજ્યનું પાટનગર, ગુજરાતની જમીનના પ્રકાર અને ટકાવારી, બાળ મજૂરીના વિરોધ માટે કયો હક જેવા પ્રશ્નો હતા. (નિષ્ણાત શિક્ષક દિલીપ નિમ્બેકરના જણાવ્યા પ્રમાણે)