અંકલેશ્વરમાં કેમિકલ ફેક્ટરીમાં એસિટોન, પ્રોમો, ટ્રામાડોલ સહિત અન્ય કેમિકલને ચાર સ્ટેજમાં મૂકી એમડી ડ્રગ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ એમ ડી ડ્રગ્સ બનાવનાર કોઈ અન્ય નહીં, પરંતુ કેમિકલના જાણકાર લોકો છે. અંકલેશ્વરની અવસર કેમિકલ ફેક્ટરીમાં ભેજાબાજ
.
કંપનીનો માલિક અમેરિકામાં રહે છે અંકલેશ્વર જીઆઇડીસી એસ્ટેટમાં અવસર એન્ટરપ્રાઇસિસ નામની ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો બનાવનાર ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ કંપનીનો માલિક અનિલ અમીન અમેરિકા રહે છે, પરંતુ કંપની ચલાવવાની જવાબદારી તેણે આરોપી વિશાલ પટેલને આપી હતી. ટૂંક સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં પોતાના કંપનીમાં કામ કરનાર કેમિસ્ટ, એચઆર અને લેબ ટેક્નિશિયન સાથે મળીને આ લોકોએ ડ્રગ્સ બનાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તેઓ છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ બનાવી રહ્યા હતા. બે કિલો ડ્રગ્સ આરોપીઓએ મુંબઈમાં પણ સપ્લાય કર્યુ છે. ચાર સ્ટેજમાં આ લોકો ડ્રગ્સ બનાવતા હતા. ચાર સ્ટેજમાં ડ્રગ્સ બનાવવામાં લગભગ 15થી 20 દિવસ લાગતા હતા. ક્રિસ્ટલ ફોર્મથી પાવડર ફોર્મ અને ત્યાર પછી પાવડર ફોર્મથી ક્રિસ્ટલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે તેને હીટ આપવામાં આવતું હતું.
ત્રણેય આરોપીઓ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતાં
ચાર સ્ટેજમાં કેમિકલથી ડ્રગ્સ બનાવે છે સહેલાઈથી મળી જનાર કેમિકલથી આરોપીઓ એમડી ડ્રગ્સ બનાવતા હતા. એસિટોન, પ્રોમો, ટ્રામાડોલ સહિત અન્ય કેમિકલ સાથે એમડી ડ્રગ્સ આ લોકો બનાવી રહ્યા હતા.
- પહેલા સ્ટેજમાં તમામ કેમિકલને મિક્સ કરને તેનું ક્રિસ્ટલના ફોર્મમાં બનાવતા
- બીજા સ્ટેજ પર ક્રિસ્ટલના ફોર્મને ડ્રાય કરતા
- ત્રીજા સ્ટેજમાં થોડાક દિવસ મૂકીને પાવડરના ફોર્મમાં કન્વર્ટ કરતા
- ચોથા સ્ટેજમાં પાવડરને વધુ ડ્રાય કરીને ક્રિસ્ટલના ફોર્મમાં કન્વર્ટ કરીને ડ્રગ્સમાં રૂપાંતરિત કરતા
કંપની કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલી છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, વેલંજા ગામ પાસેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બે કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત બે કરોડ રૂપિયા છે. આરોપીઓએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઇસિસ કંપની છે. જે કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલી છે. આ તમામ લોકો કર્મચારી છે. અલગ અલગ વિભાગમાં તેઓ કામ કરે છે.
પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સનું રો મટિરિયલ્સ
ત્રણેય આરોપી કંપનીના કર્મચારી અવસર એન્ટરપ્રાઇસિસમાં આરોપી મોન્ટુ પટેલ એચઆર વિભાગમાં નોકરી કરે છે. આરોપી વિરાટ પટેલ લેબમાં નોકરી કરે છે અને અન્ય આરોપી વિપુલ કેમિસ્ટ છે. આ લોકો ફેક્ટરીની અંદર એમડી ડ્રગ્સ બનાવતા હતા. અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા હતા. આ લોકો ખાસ કરીને મુંબઈ સપ્લાય કરતા હતા.
50% વિશાલને, બાકીમાં અન્ય 3 આરોપીઓની ભાગીદારી પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં આરોપીઓએ વધુ બે કિલો એમડી ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યા છે. આરોપીઓ ડ્રગ્સ વેચાણથી જે પણ રકમ મળતી હતી, તેમાંથી 50 ટકા વિશાલને આપી દેતા હતા અને 50 ટકામાં પોતાનો ભાગ રાખતા હતા
427 કિલો કેમિકલનું રો-મટિરિયલ મળ્યું અવસર એન્ટરપ્રાઇઝીસની હેન્ડલિંગ વિશાલ કરે છે. કંપનીના મૂળ માલિક અમેરિકામાં રહે છે. કંપની ચલાવવા માટે મૂળ માલિકે વિશાલને જવાબદારી આપી હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચ સુરત જિલ્લા એસઓજી અને અંકલેશ્વર પોલીસે કંપનીમાં રેડ કરી હતી. 141 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ પોલીસને મળી આવ્યું છે, જે અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સાથોસાથ પોલીસને કુલ 427 કિલો જેટલા અલગ અલગ ક્રિસ્ટલ અને પાવડર ફોર્મમાં વસ્તુઓ મળી આવી છે. આ વસ્તુઓ આરોપીઓ ઉપયોગ કરતા હતા અને આમાંથી ડ્રગ્સ બનાવતા હતા. પોલીસ હવે એફએસએલમાં આ મટિરિયલ મોકલશે. એફએસએલમાં ચકાસણી બાદ તે પછી નિર્ણય લેવામાં આવશે.
જો ડ્રગ્સમાં રૂપાંતરિત થાય તો તેની કિંમત 400 કરોડ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જે રો-મટિરિયલ કંપનીમાંથી મળી આવ્યું છે. આ રો-મટિરિયલથી જે ડ્રગ્સ તૈયાર થાય તેની કિંમત 400 કરોડ રૂપિયા અંદાજિત બજાર ભાવ છે. ચારેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. સુરત ગ્રામ્ય પોલીસમાં જે ગુનો દાખલ છે, તેની તપાસ ઓલપાડ પીઆઇ દ્વારા કરવામાં આવશે.
આરોપી પલકની શોધખોળ આરોપીઓ છેલ્લા છ માસથી ડ્રગ્સ બનાવી રહ્યા છે. આ લોકોને ટૂંક સમયમાં વધારે પૈસા કમાવા હતા. જે માટે તેઓએ કંપનીની અંદર જ ડ્રગ્સ બનાવવા માટેનો નિર્ણય લીધો હતો. બે મહિનામાં બે કિલો ડ્રગ્સ સપ્લાય કર્યા છે. અન્ય એક આરોપી પલકની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પલક સુરતનો રહેવાસી છે. આ ડ્રગ્સ પલકને સપ્લાય કરવા માટે આવ્યા હતા અને અન્ય બે કિલો ડ્રગ્સ તેઓએ મુંબઈમાં સપ્લાય કર્યા છે. પલકની શોધખોળ કરવા માટે પોલીસની કામગીરી ચાલુ છે. શહેરમાં કયા પ્રકારનો નેટવર્ક છે તે અંગેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ જપ્ત જથ્થાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી
પલક પટેલના માધ્યમથી મુંબઈ વેચાણ આરોપીઓ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઇસિસ નામની ફેક્ટરીમાં વિશાલ પટેલના કહેવાથી એમડી ડ્રગ્સ બનાવતા હતા. મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ બંને કેમિકલ પ્રોસેસના જાણકાર છે. આરોપીઓ ફેક્ટરીમાં માદક પદાર્થ એમડી ડ્રગ્સ બનાવીને વિરાટ પટેલના માસીના દીકરા પલક પટેલ કે જે કતારગામમાં રહે છે, તેના મારફતે મુંબઈ ખાતે કોઈ પાર્ટીને વેચાણ કરવાના હતા. આ અગાઉ બે વખત પલક પટેલ મારફતે તેઓએ મુંબઈ ખાતે 2 kgથી વધુનું ડ્રગ્સ વેચાણ કર્યું હોવાની કબૂલાત પણ કરી છે.
મળેલું ડ્રગ્સ ત્રીજા અને ચોથા સ્ટેજ સુધી પ્રોસેસ થયું ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે ડ્રગ્સ મળી આવ્યું છે, તે ત્રીજા અને ચોથા સ્ટેજ પર છે. તેમ છતાં અમે એફએસએલ રિપોર્ટ બાદ જ વધુ કહી શકીએ. એફએસએલના કન્ફર્મેશન બાદ જ વધુ વિગતો આપી શકીએ. એમડી ડ્રગ્સની કિંમત 1 કિલોની એક કરોડ રૂપિયા છે. હાલ 427 કિલો મટિરિયલ મળી આવ્યા છે. જો કન્ફર્મેશન થાય છે તો અને એમડી ડ્રગ્સમાં રૂપાંતરિત થાય તો 400 કરોડ રૂપિયાનો ડ્રગ્સ આ મટિરિયલથી તેઓ બનાવી શકે એમ છે.
પોલીસે ત્રણેય આરોપીઓને લઈને સુરત પહોંચી
MD ડ્રગ્સ શું છે અને મૂડ પર કેવી અસર કરે છે? મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA) એટલે કે MD ડ્રગ્સ એક પ્રકારનું સિન્થેટિક ડ્રગ છે, જે એકાએક મૂડને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. એ સ્ટીમ્યુલન્ટ અને હેલુસિનોજેન્સ એટલે કે મૂડ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. MDMAને ઈસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MD ડ્રગ્સ અન્ય માદક દૃવ્યો જેવા કે કોકેઈનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાય છે.