ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશનના નામે કઢાતા ‘વરઘોડા’ મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી થતા પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરી પોતાની જ સહીથી 30 દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો છે.
.
મહત્વનું છે કે, બે મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે. હમણા ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે, રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરુરથી નીકળશે. આરોપીઓના વરઘોડાને લઈ સુરતના વકીલે માનવ અધિકર પંચમાં અરજી કરતા હવે પંચે સરત સીપીને નોટિસ ફટકારી પોતાની જ સહીથી 30 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
માનવ અધિકાર પંચે પાઠવેલી નોટિસ
માનવ અધિકાર પંચ હરકતમાં આરોપીઓના જે રીતે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે.તેને લઈને હવે માનવ અધિકાર પંચે પણ આ બાબતની ગંભીરતા લીધી છે. સુરતના એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાને લઈને કરવામાં પિટિશન આવી હતી. વકીલ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે. તેને સામે પગલાં લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લે કરવામાં આવ્યો હતો.
શું કહ્યું અરજદાર વકીલે? આર.ડી મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપીઓના વરઘોડા સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે. તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો વરઘોડો કાઢવો એ યોગ્ય નથી. ભલે પોલીસ કહેતી હોય કે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાય છે, પરંતુ મીડિયા ને બોલાવીને આ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન ની વાત કરવામાં આવી રહી છે તે ખોટું છે. જ્યાં સુધી આરોપો પુરવાર ના થાય ત્યાં સુધી આ રીતે તેને વીડિયોગ્રાફી કરાવીને આરોપીની ઓળખ છતી કરવી ગેરકાયદેસર છે. હજી તો આરોપી ઉપર લાગેલા આરોપો પુરવાર થતા નથી. છતાં પણ આ રીતે વરઘોડા કાઢવા યોગ્ય નથી આ બાબતે માનવ અધિકાર પંચે ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનરને 30 દિવસમાં ખુલાસો આપવા માટે હુકમ કર્યો છે.
કમિશનરને જ પોતાની સહીથી અહેવાલ રજૂ કરવા આદેશ સુરત પોલીસ કમિશનરને પોતાની સહિથી વિગતવાર અહેવાલ 30 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા આદેશ કરાયો છે. જો નિયત સમય મર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જાય તો રાજ્ય આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. આ બાબતે તાબાના અધિકારીના અહેવાલની નકલ મોકલવાના બદલે કમિશનરને પોતાની સહીથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતના પ્રશ્ન હેઠલની બાબતોનો સર્વગ્રાહી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે. આયોગે શો કોઝ નોટિસમાં સ્પષ્ટ આદેશ ક્રયો છે કે, જો કમિશનરની મંજૂરી વગર તાબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલવામાં આવશે તો તે ગ્રાહ રખાશે નહીં.
હર્ષ સંઘવીએ કહ્યું હતું- લોકોને પરેશાન કરનારનો ‘વરઘોડો’ તો નીકળશે જ હર્ષ સંઘવીએ બે મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે. હમણા ગુજરાત પોલીસે નક્કી કર્યું છે. રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરુરથી નીકળશે. આમતેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ, પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ.