અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરા વડે હત્યા કરી નાખી છે. ધુળેટીના દિવસે જ પતિએ ખુનીખેલ ખેલ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના પાછળનું કારણ પત્નીનો અન્ય
.
ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. PI એસ.એમ.સોનીના નેતૃત્વમાં પોલીસ ટીમ હથિયાર જપ્ત કરવા અને ફરાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.