જૈન સમાજમાં નવકાર મંત્રનું અનેરૂ મહત્ત્વ છે. આજે નવકાર મંત્ર દિવસ તરીકે નવકાર મંત્રના જાપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના પાલ ખાતે રહેતા 63 વર્ષીય શોભનાબેન જયેશભાઇ શાહ દ્વારા બે વર્ષમાં 51000થી વધારે નવકાર મંત્ર લખવામાં આવ્યા છે.
.
50થી વધુ કૃતિઓમાં આ નવકાર મંત્રનું આલેખન કર્યું શોભનાબેન દ્વારા નવકાર મંત્ર અલગ અલગ ભાષા અને અલગ અલગ 50 કૃતિઓમાં લખવામાં આવ્યા છે. બ્રાહ્મી લીપી, ગુજરાતી, અંગ્રજી, સંસ્કૃત, હિન્દી, જેવી અનેક ભાષાઓમાં નવકારવમંત્ર લખવામાં આવ્યા છે. આ સાથે જૈન શાસ્ત્રોમાં જેનું મહત્ત્વ હોય છે એવી 50થી વધુ કૃતિઓમાં આ નવકાર મંત્રનું આલેખન કરવામાં આવ્યું છે. નવપદ, અસ્તમંગલ, જૈન સમાજનો શાસન ધ્વજ, કળશ, કમળ, 14 રાજલોકની પ્રતિકૃતિ, અષ્ટ પ્રતિહાર્ય, શ્રી લક્ષ્મીજી સરસ્વતીજી, ઓમ મંત્રની સાથે, નવકાર મંત્રનો આલેખન કરવામાં આવ્યા છે.
37 બુકમાં 51000થી વધારે નવકાર મહામંત્ર બુકમાં લખ્યા આ નવકાર મંત્ર આચાર્ય ઓમકાર સૂરીશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે નિમતે 1 કરોડ આઠ લાખ નવકાર મહામંત્ર આલેખન પુસ્તિકાની પ્રેરણા આચાર્ય યશોવિજયજીસુરીશ્વર મહારાજા દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ શોભનાબેન જયેશભાઇ શાહ દ્વારા 37 બુકમાં 51000થી વધારે નવકાર મહામંત્ર બુકમાં લખવામાં આવ્યા છે.

નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં આવી ગઈ શોભનાબેને જણાવ્યું હતું કે, સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3થી 7 અને જ્યારે પણ ટાઇમ મળે ત્યારે નવકાર માટે લખું છું. આ નવકાર માટે લખ્યા બાદ હું આર્ત ધ્યાનથી ધર્મ ધ્યાનમાં આવી છું અને નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં આવી ગઈ છું. હવે મન એકદમ શાંત રહે છે. નવકાર મંત્ર લખવાથી એકાગ્રતા વધે છે, નવકાર મંત્ર લખવાથી ચોક્કસ ફાયદો થાય છે. કેમ કે નવકાર મંત્ર એ 14 પૂર્વના સ્તાર છે, છેલ્લે 14 પૂર્વી પણ નવકાર મંત્ર જ ગણે છે મોક્ષ માટે.