સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) અને યુનિવર્સિટી ઓફ હેઇલ, સાઉદી અરેબિયાની કોલેજ ઓફ સાયન્સના બાયોલોજી વિભાગ તેમજ જીન કેર ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર, સુરત વચ્ચે વૈજ્ઞાનિક સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ માટે મહત્વપૂર્ણ સમજૂતી કર
.
વિજ્ઞાન અને સંશોધન માટે નવી તકો આ MoUનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધન ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવો તેમજ જ્ઞાન અને અભ્યાસની નવી તકદીઓ સર્જવી છે. MoU હેઠળ, VNSGU અને યુનિવર્સિટી ઓફ હેઇલ સાથે સંશોધન કાર્યોમાં સહભાગી થશે, જે વિદ્યાર્થી અને સંશોધકો માટે આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રગતિના દ્વાર ખોલશે.આ ભાગીદારીથી આરોગ્ય અને બાયોલોજીકલ સાયન્સના ક્ષેત્રમાં નવી શોધખોળ શક્ય બનશે, અને વૈજ્ઞાનિક સહયોગથી આરોગ્યસંબંધિત સમસ્યાઓ માટે વધુ અસરકારક ઉકેલ શોધી શકાશે.
સંશોધન ક્ષેત્રે મજબૂત સહયોગ
- બંને યુનિવર્સિટીઓ સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ શરૂ કરશે.
- વિદ્યાર્થીઓ અને પ્રધ્યાપકો માટે આંતરરાષ્ટ્રીય તાલીમ અને અભ્યાસના અવસર વધશે.
- આરોગ્ય અને વૈજ્ઞાનિક શોધખોળ માટે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓનો વિકાસ થશે.
વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે વિશેષ લાભ આ MoU અંતર્ગત વિદ્યાર્થીઓ અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય સ્તરે તાલીમ મેળવવાનો અને સંશોધન ક્ષેત્રે નવી તકદીઓ મેળવવાનો લાભ મળશે.