પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલું હિંસાના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પતિને બે વર્ષની સાદી કેદની સજા અને કુલ રૂ.8000નો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગતો મુજબ, પાટણ તાલુકાના એક ગામના પ્રણવ પટેલના લગ્ન 2017માં થયા હતા. લગ્ન બાદ
.
પોલીસે પતિ, સાસુ, સસરા અને બે નણંદો સામે IPC કલમ 498(A), 323, 504, 294(B), 506(2), 114 અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન જોશીએ પતિને IPC 498(A) હેઠળ બે વર્ષની કેદ અને રૂ.5000 દંડ, કલમ 323 હેઠળ છ માસની કેદ અને રૂ.1000 દંડ તથા કલમ 506(2) હેઠળ રૂ.2000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં વધારાની કેદની સજા થશે.
કોર્ટે નોંધ્યું કે આ પ્રકારના સામાજિક ગુનામાં પ્રોબેશનનો લાભ આપવાથી સમાજમાં આવા ગુનાઓ વધી શકે છે. આથી દાખલારૂપ સજા કરવામાં આવી છે. સરકારી વકીલ એ.આર. ભટ્ટ, કે.સી. વકીલ અને એડવોકેટ એસ.એમ. સોલંકીએ કેસમાં રજૂઆતો કરી હતી.
કોર્ટે વધુમાં જણાવ્યું કે, આ કેસમાં બંન્ને પક્ષકારો તથા આરોપી અને એ.પી.પી.ની રજૂઆત ઘ્યાને લીધી. આ કેસમાં ફરીયાદી પરિણીતાને લગ્ન બાદ થી થોડા સમય બાદથી લઈને આ ફરીયાદ દાખલ કરી ત્યાં સુધી પતિ ધ્વારા એ રીતે ત્રાસ મળેલાનું રેકર્ડ પર છે. ત્યારબાદ થી ફરીયાદી કયારેય પોતાના સાસરે જઈ શકેલ નથી. અને પોતાની દીકરીનુ પણ લાલન પાલન એકલા કરી રહેલ છે. અને તે દરમ્યાન આરોપીએ કોઈ પ્રયત્ન ઘર બચાવવાના કરેલ હોય તેવુ રેકર્ડ પર જ નથી. વધુમા જાહેરમા પોતાની પત્નીને માર મારવો તે કૃરતાની જ વ્યાખ્યા ગણી શકાય. અને જો આરોપીને પ્રોબેશનનો લાભ આપવામા આવે તો સમાજમા આ પ્રકારનુ કૃત્ય પોતાની પત્ની સાથે કરતા કોઈ પુરુષ અટકશે નહી. અને સમાજમા તેની અવળી અસર પડશે.
લગ્ન બાદ પત્ની તરીકે કોઈ સ્ત્રી તે પુરુષના ઘરમા આવે છે. આથી તે પુરુષની મીલકત થઈ જઈ નથી.આથી પુરુષ કહે તો તે કોઈ જગ્યાએ જઈ શકે અને તે કહે તે જ મુજબ કામ કરી શકે અને તે ઈચ્છે તો તેને જાહેરમા પણ મારી શકે અને ગાળો બોલી શકે અને ધમકીઓ આપી શકે તેમ ન માની શકાય. અને તેને કૃરતા જ કહેવાય. આ સીવાય આરોપીને આ કેસમાં શા કારણથી પ્રોબેશનનો લાભ આપવો તે અંગે અન્ય કોઈ દલીલ નથી.આ કેસમાં ગુનાની ગંભીરતા જોઈને આરોપી પતિને ઉપરોક્ત સજા ફટકારી હતી.