હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે PC & PNDT કાયદા અંતર્ગત એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ ભાગ લીધો.
.
તાલુકા હેલ્થ ઓફિસર અને સબ ડિસ્ટ્રીક એપ્રોપ્રીયેટ ઓથોરિટી ડૉ.રાજેશ પટેલે સરકારના નિયમો અંતર્ગત રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને સોનોગ્રાફી કામગીરીની વિસ્તૃત માહિતી આપી. તલોદના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિનોદ મુગડે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા PC & PNDT કાયદા વિશે સમજ આપી અને ડોક્ટરોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું.

વર્કશોપમાં ત્રણેય તાલુકાના 60થી વધુ તજજ્ઞ ડોક્ટરો હાજર રહ્યા. આમાં ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન, રેડિયોલોજિસ્ટ અને પીડીયાટ્રીશિયનનો સમાવેશ થાય છે. આ તમામ ડોક્ટરો પાસે સોનોગ્રાફી મશીનનું રજીસ્ટ્રેશન છે. સહભાગી ડોક્ટરોએ સરકારની માર્ગદર્શિકા અનુસાર કામગીરી કરવાની ખાતરી આપી હતી.
