કચ્છમાં સરકારી, ગૌચર અને ખાનગી માલિકીની જમીન પર દબાણની પ્રવૃત્તિ ફૂલીફાલી છે તે વચ્ચે એક જ વર્ષમાં 8.61 લાખ ચો.મી. સરકારી જમીન પર દબાણ થયું હોવાનું બહાર આવ્યું છે. કચ્છમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને મનફાવે તેમ સરકારી જમીન પર દબાણ કરીને વાવેતરી કરી
.
રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ તા.31-12-2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કચ્છમાં કેટલા ચોરસ મીટર સરકારી જમીનમાંથી દબાણ દૂર કરાયું અને જે જમીન પરથી અતિક્રમણ દૂર કરાયું તે જમીનની જંત્રી ભાવ મુજબ કુલ કેટલી કિંમત થાય છે ? તેવો પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો. પ્રશ્નના જવાબમાં ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર કરતા કહ્યું હતું કે, કચ્છમાં 8,61,988.08 ચો.મી. જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે અને જંત્રી ભાવ મુજબ દૂર કરાયેલા દબાણવાળી જમીનની કિંમત રૂ.26,13,55,995 થાય છે.
કચ્છમાં શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવવા 20 અરજી : 36,177 ચો.મી. જમીનની ફાળવણી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે, તા.31-12-2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કચ્છમાં તાલુકાવાર શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવવા કેટલી અરજી આવી અને કેટલી જમીન ફાળવાઇ ?, જેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા તાલુકામાંથી 5, ભુજ અને નખત્રાણામાંથી 4-4, રાપર, ભચાઉ 2-2, અબડાસા, ગાંધીધામ અને લખપત તાલુકામાંથી 1-1 મળી કુલ 20 અરજી આવી છે, જેની સામે 36,177 ચો.મી. જમીન ફાળવાઇ છે.