એક સજ્જન મહિલાનો 181 પર ફોન આવેલો જેમાં તેમણે જણાવેલું કે, એક માજી મળી આવેલા હોવાથી માજીની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માગી હતી. મોરબી ગીતા પાર્ક વિસ્તારમાંથી સજ્જન વ્યક્તિનો કોલ આવતાં 181 ટીમ માજીની મદદ માટે રવાના થઈ હતી. જેમાં સ્થળ પર પહોંચતાં સજ્જન વ્યક્તિએ જણાવેલું કે, આ માજીને વૃક્ષ નીચે બેઠેલા જોયા હતા. સવારે તે જગ્યા પર ધ્યાન ગયું તો ત્યાં જોયું કે માજી હજુ આ જગ્યા પર જ બેઠેલા છે. જેથી સજ્જન વ્યક્તિ માજીને તેમના ઘરે લઈને આવ્યા હતા. ત્યાર બાદ માજીની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. ત્યાર બાદ માજીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં માજીનું પૂરું નામ જાણ્યા ત્યાર બાદ આજુબાજુના વ્યક્તિઓને માજી વિશે કોઈ પ્રકારની માહિતી મળે તો કહેવાનું જણાવ્યું હતું. જેમાં માજીના પુત્રવધૂનો મોબાઈલ નંબર મળ્યો હતો. જેથી પુત્રવધૂને કોલ કર્યો હતો. જેમાં પુત્રવધૂ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, તે મજૂરી કામના અર્થે ગયા હતા. ત્યારે માજી ઘરેથી નીકળી ગયા હતા. તેમની શોધખોળ પણ કરી હતી. ફોન પર વાત કર્યા ત્યાર બાદ માજીને તેના ઘરે લઈ જઈ તેમના પુત્રવધૂને સોંપ્યા હતા. જેથી પુત્રવધૂએ 181 ટીમ અને સજ્જન વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.
Source link