ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ દોડી રહી છે જે પ્રવાસીઓને ખૂબ ઉપયોગી થાય છે પણ રેલ તંત્રની અસુવિધાના કારણે પ્રવાસીઓ હેરાન થાય છે શુક્રવારે અમદાવાદના ચાંદલોડિયા સ્ટેશને મુસાફરો લાઈનમાં ઉભા રહ્યા છતાં સમયસર ટિકિટ ન મળતા કેટલાક મુસાફરોન
.
આ બાબતે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે,નમો ભારત રેપિડ રેલમા રેલ્વે સ્ટેશનો પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર, જનસાધારણ ટિકિટ બુકિંગ કાઉન્ટર, એટીવીએમ મશીન અને UTS મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ મેળવી શકાય છે.મુસાફરોની સુવિધા માટે નમો ભારત રેપિડ રેલની ટિકિટો અગાઉથી એડવાન્સ પણ મેળવી શકાય છે.મુસાફરીની તારીખ સહિત 3 દિવસ અગાઉ ટિકિટ બુક કરી શકાશે.જોકે એડવાન્સ ટિકિટ 199 કિલોમીટરથી વધુની મુસાફરી માટે ઓનલાઈન ઉપલબ્ધ છે.UTS મોબાઇલ એપ પર રેલવે સ્ટેશને ટિકિટ બુક નહીં થઈ શકે.રેલવે સ્ટેશનથી 50 મીટર દૂર કોઈપણ એરિયામાં ઓનલાઈન ટિકિટ કઢાવી શકાશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ-અમદાવાદ વચ્ચે દોડી રહી છે. અનુકૂળ સમયના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફર કરી રહ્યા છે.
એક સાથે એક જ ટિકિટ નીકળી રહી છે !
રેલવેની UTS એપ્લીકેશનમાં એક સાથે એક જ નીકળી રહી છે તેમજ સ્ટેશન પર પણ આવી સ્થિતિ છે તકનીકી સમસ્યા બાબતે રેલવેનું ધ્યાન દોરતા સમસ્યા ઉકેલ માટે પગલાં હાથ ધરાયા હોવાનું જણાવ્યું હતું.
સ્ટેશન પર આ એપ્લીકેશન કામ નહિ કરે, ઓટોમેટિક મશીન ઉપયોગી થશે