બનાસકાંઠા ભાજપના પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર ગામ પાસે બનેલા બનાસ કમલમ કાર્યાલયને ખુલ્લુ મૂકવા આવેલા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું લોકસભાની હારનું દર્દ ફરી એકવાર ઝળક્યું હતું. સન્માન સ્વીકારવાનો અસ્વીકાર કરી મનમાં દર્દ રહી
.
વાવ વિધાનસભાની પેટાચૂંટણી વખતે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલે સી.આર.પાટીલનો પાવર ઉતારવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે પાવર મુદ્દે પાટીલે ફરી એકવાર માવજી પટેલને ટોણો મારી જણાવ્યું કે ” આ પાવર પાટીલનો નહીં કાર્યકર્તાઓનો છે, બીજીવાર કોઈ ઉતારવાની વાત ન કરે.કાર્યાલયનું નિર્માણ સરસ થયું પણ એક દર્દ રહી ગયું.
એક ડીબેટમાં મને પૂછ્યું કે,તમને હાર પસંદ નથી,તો મેં કહ્યું કે મને તો હાર પહેરવો પણ પસંદ નથી,અમારો જન્મ જીતવા માટે થયો છે.કાર્યકર્તાઓને ટકોર કરતા પાટીલે કહ્યું કે, લોકસભામાં ભૂલ થઈ, પસ્તાવો થતો હશે પણ હવે સંકલ્પ કરો કે, આવી ભૂલ ન થાય, બીજી વાર કોઈ એરા ગેરા નથ્થુ ગેરા ન આવી જાય પાટીલે જણાવ્યું કે,મોદી સાહેબે મને જળ વિભાગની જવાબદારી આપી છે એ મારી નથી પણ તમારી છે.વરસાદી પાણી તમે જમીનમાં ઉતારો તો તમને તેમાંથી બધા જ મિનરલ મળશે અને પાણીની તકલીફ નહિ રહે.મીઠુ પાણી મળશે. અહીંના ખેડૂતો અહીંના ધારાસભ્યોને નામ લખાવો અને કહો કે, અમને સ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરો તો એ પણ કરશે. બનાસકાંઠાના વિસ્તારને પાણીદાર બનાવો, હું એ ડિઝાઇન બધા ધારાસભ્યોને મોકલીશ. જો અહીં જેસીબી હોત તો અહી જ ખાડો ખોદીને તમને બતાવત, કાર્યાલયનો સદઉપયોગ કરજો અને પાણીનો દૂર ઉપયોગ થતો અટકાવો. પાટીલે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, રાજયસરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપત, પ્રદેશના મહામંત્રી રજની પટેલ, જીલ્લાના પ્રભારી જયંતિભાઇ કવાડિયા, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, સાંસદ બાબુભાઇ દેસાઇ, જિલ્લાના મહામંત્રીઓ કનૈયાલાલ વ્યાસ, સંજયભાઇ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઇ પ્રજાપતિ સહિત જિલ્લાના ધારાસભ્યઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ કાર્યાલય ના જિલ્લા પ્રમુખના ચેમ્બરમાં કિર્તીસિંહને પાટીલે ખુરશી પર બેસાડ્યા હતા.