રાજકોટ3 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ એકસાથે બે-બે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમજ માત્ર શહેરમાં જ નહીં પરંતુ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર સઘન સફાઈ કરી દરરોજ હજારો ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, આ તમામ દાવાઓ સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં રૂખડીયાપરા વિસ્તારની આંગણવાડીની નજીક ખુલ્લી ગટરને કારણે ગંદા પાણીની નદીઓ જોવા મળી હતી. જેને લઈ બાળકોને આંગણવાડી સુધી પહોંચાડવા પણ મુશ્કેલ બન્યા છે. અને બાળકો રેંકડીમાં આવવા મજબૂર બન્યા છે.
રસ્તા પર વહેતી ગંદા પાણીની નદી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં