રાજકોટ શહેરમાં દિવાળીના વેકેશનમાં પણ શાળાઓ ચાલુ રાખવામાં આવી હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ આ શાળાઓ બંધ કરાવવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન શહેરની નામાંકિત ધોળકિયા અને મોદી સ્કૂલ ખાતે 12 સાયન્સના JEE અને NEETના વિદ્યાર્થીઓન
.
ધોળકિયા અને મોદી સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ રાજકોટ ABVP મહાનગરના મંત્રી ભાર્ગવ ચૌહાણે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલો છે, તેમ છતાં રાજકોટ શહેરની કેટલીક શાળાઓ વેકેશન પૂર્ણ થાય તે પહેલા જ ખુલી ગઈ છે અને અહીં શિક્ષણકાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 25 જેટલા વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે વેકેશનમાં પણ અમારી શાળા ચાલુ છે. આજે રાજકોટ શહેરની નામાંકિત ધોળકિયા અને મોદી સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, ત્યારે એવો જવાબ મળ્યો કે અહીં સરકાર અમને આવીને કહેશે કે બંધ રાખો, ત્યારે જ અમે સ્કૂલ બંધ રાખશું. સ્વનિર્ભર શાળાઓ પર કોઈ અંકુશ જ ન હોય તે રીતે તંત્ર ચાલી રહ્યું છે.
ઇન્ચાર્જ DEOએ દિવાળી વેકેશનનો પરિપત્ર કરવા બાંયધરી રાજકોટ શહેરમાં બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી મોદી સહિતની શાળાઓમાં પહોંચ્યા તો જવાબ મળ્યો કે JEE અને NEETની પરીક્ષા આવી રહી હોવાથી તેની તૈયારી માટે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા છે અને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જેથી બાદમાં અમે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પહોંચ્યા હતા. જ્યાં તેમને વાત કરી કે દિવાળીના વેકેશનમાં પણ પરીક્ષાના નામે વેકેશનમાં પણ શાળાઓ ચાલુ રાખવામાં આવે છે. જેથી ઇન્ચાર્જ DEO દીક્ષિત પટેલે દિવાળી વેકેશનમાં શાળા ચાલુ ન રાખવા પરિપત્ર કરવાની બાંયધરી આપેલી છે.
વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય આપવાની મનાઈ દરમિયાન ઇન્ચાર્જ DEO દીક્ષિત પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત બોર્ડના નિયમ અનુસાર દિવાળીના વેકેશન દરમિયાન ગુજરાત બોર્ડની એક પણ શાળા ચાલુ ન રહી શકે અને તેમાં વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય આપવાની મનાઈ હોય છે, તેમ છતાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રજૂઆત આવી છે, ત્યારે હવે આજે જ નવેસરથી પરિપત્ર કરવામાં આવશે કે બોર્ડ દ્વારા દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તે દિવસો દરમિયાન શાળા ચાલુ રાખવી એ બોર્ડના નિયમોનો ભંગ છે જેથી તેનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે.