રાજકોટ સહિત રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો ખાતે આખા ચણા અને તુવેરદાળનો જથ્થો 50 ટકા જ આવવા મામલે આજે રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારીનું પ્રથમ વખત નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં 12 ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ
.
દુકાનધારકો ચલણ ભરે ત્યાર બાદ અનાજ વિતરણ કરાય છે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વાંગવાણીએ જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાને પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં જ આવે છે. રાજકોટ જિલ્લામાં કુલ 12 ગોડાઉન છે. જ્યાંથી તાલુકા વાઇસ જે તે ગોડાઉન ઉપર માલ આપવામાં આવે છે. ગોડાઉનમાંથી જે માલ જાય છે તે ડોર સ્ટેપ ડિલિવરી હોય છે જે દુકાનો ઉપર પહોંચે છે. ચણા અને તુવેર દાળનો જથ્થો સમયસર ન પહોંચવા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત એવું બને છે કે 50 ટકા પરમિટ મુકાઈ હોય અને ત્યાર બાદ જે તે દુકાન ધારકો ચલણ ભરતા હોય છે. દુકાનધારકો ચલણ ભરે ત્યાર બાદ વહેલા તે પહેલાના ધોરણે અનાજનું વિતરણ કરવામાં આવે છે.
ચણા-તુવેર દાળનો જથ્થો 50 ટકા જ આવ્યો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલ તો આખા ચણા અને તુવેર દાળનો જથ્થો ગોડાઉનમાં 50 ટકા જ આવ્યો છે. ઉપરથી 50 ટકા પરમીટ જ આવ્યું હોવાથી ઓછો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. ચણા અને તુવેર દાળનો જથ્થો ઓછો આવવાને કારણે અમે રાજ્યના પુરવઠા વિભાગને જાણ પણ કરી છે અને જ્યારે પણ અનાજનો જથ્થો ઓછો આવે ત્યારે અમે જાણ કરીએ છીએ અને ગ્રાહકોને પણ સમજાવીએ છીએ કે જથ્થો આવતાની સાથે જ સસ્તા અનાજની દુકાનો ખાતે અનાજનો જથ્થો પહોંચી જશે.
ઓક્ટોબરમાં 97 ટકા રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરાયું
તાલુકો | રાશન કાર્ડ ધારકો | કેટલાને જથ્થો અપાયો | ટકાવારી |
પડધરી | 12,745 | 12,598 | 98.85 |
રાજકોટ | 21,207 | 20,607 | 97.17 |
લોધિકા | 8,823 | 8,540 | 96.79 |
કોટડા સાંગાણી | 15,597 | 15,774 | 101.13 |
જસદણ | 25,362 | 24,443 | 96.38 |
ગોંડલ | 40,138 | 39,043 | 97.27 |
જામકંડોરણા | 7,417 | 7,395 | 99.7 |
ઉપલેટા | 24,514 | 23,429 | 95.57 |
ધોરાજી | 22,909 | 22,086 | 96.41 |
જેતપુર | 35,065 | 33,960 | 96.85 |
વિછીયા | 24,156 | 23,256 | 96 |
ઝોનલ-1 | 20,564 | 20,083 | 97.66 |
ઝોનલ-2 | 14,889 | 14,893 | 100.03 |
ઝોનલ-3 | 13,086 | 12,639 | 96.58 |
ઝોનલ-4 | 17,335 | 16,968 | 97.88 |
કુલ | 3,03,807 | 2,95,714 | 97.34 |
અનાજ | મળવા પાત્ર જથ્થો |
કિંમત (વ્યક્તિ દીઠ) |
ડિસેમ્બરમાં ચણાની 50% ફાળવણી | 1 કિલો | રૂ. 30 |
ઘઉં | 6 કિલો | રૂ. 0.00 |
બાજરીની અવેજીમાં ઘઉં | 3 કિલો | રૂ. 0.00 |
ફોર્ટિફાઇડ ચોખા | 6 કિલો | રૂ. 0.00 |
તુવેરદાળની 50 ટકા ફાળવણી | 1 કિલો | રૂ. 50 |
ખાંડ | 1 કિલો | રૂ. 1 |