રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર દ્વારા લોક દરબારનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વ્યાજખોરો વિરુદ્ધ ડઝનથી વધુ ગુના નોંધવામાં આવ્યા હતા તેમછતાં વ્યાજખોરોનો ત્રાસ અવારનવાર સામે આવી રહ્યો છે. ત્યારે કોઠારીયા રોડ પર આવેલા તીરૂપત
.
રૂ. 6 લાખ 5 ટકા વ્યાજે દવાખાનના કામ માટે લીધા પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારીયા રોડ પર તિરૂપતી સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઉકાભાઈ ગોહેલ નામના યુવાને પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સહકાર મેઈન રોડ ગોપાલ વાડી સામે કલ્યાણ નગર શેરી નં.2માં રહેતા ઉશાબેન કૌશીકભાઈ પરસાણા નામના મહિલા વિરુદ્ધ વ્યાજખોરનું નામ આપ્યું છે. વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઈ ઓક્ટોબર 2023માં ઉશાબેન કૌશિકભાઈ પરસાણા પાસેથી રૂ. 6 લાખ 5 ટકા વ્યાજે દવાખાનના કામ માટે લીધા હતા.
પિતાના નામનો 11 મહિનાનો ભાડા કરાર કરી આપ્યો હતો આ પૈસાની સિક્યુરીટી પેટે તીરૂપતિ સોસાયટીમાં આવેલું પિતાનું 70 વારનું મકાનનું નોટરી વેંચાણ કરી આપ્યું હતું તેમજ આરોપી ઉશાબેને આ મકાનનો વિજયભાઈના પિતાના નામનો 11 મહિનાનો ભાડા કરાર કરી આપ્યો હતો. તેમજ છેલ્લે આરોપી ઉશાબેને જણાવ્યું હતુ કે, તમામ નાણા ચૂકવી આપશે ત્યારે મકાનના દસ્તાવેજ વિજયભાઈને પોતાના નામનો કરી આપશે. આ રકમની સામે વિજયભાઈએ ચાર મહિના સુધી મહિને મહિને 30 હજાર ચૂકવ્યા હતા. ત્યારબાદ ઉશાબેને આપેલા રૂ. 6 લાખની સામે વિજયભાઈ પાસેથી પ્રોમેસરી નોટ લખાવી લીધી હતી.
વ્યાજખોરી અને બળજબરીથી પડાવી લેવા અંગેની ફરિયાજ નોંધાઈ ત્યારબાદ વધુ 4 લાખની જરૂરિયાત ઉભી થતા આ ઉશાબેન પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. આ તમામ 10 લાખની સામે વિજયભાઇએ રૂ. 1.80 લાખ ચૂકવી દીધા હતા. બાદમાં વિજયભાઈ નાણા ચૂકવી નહીં શકતા ઉશાબેન ઘરે આવીને કહ્યું કે, આ મકાન મારું છે, તમારો સામાન મકાનમાંથી કાઢી લેજો, જેથી ડરી ગયેલ વિજયભાઇએ આજીડેમ પોલીસ મથકમાં પહોંચી વ્યાજખોર ઉશાબેન પરસાણા વિરદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વ્યાજખોરી અને બળજબરીથી પડાવી લેવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.