મહીસાગર જિલ્લામાં રાખતા ઢોર પર જાણે કોઈ અંકુશ જ ન હોય તેમ છાસવારે ઢોર બાખડવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સંતરામપુર નગરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં બે આખલા આમને સામને બાખડતા આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જેથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
.
સંતરામપુર શહેરની સત્ય પ્રકાશ સોસાયટીમાં એ આખલાઓ સામ સામે બાખડ્યા હતા. આખલાઓના આ યુદ્ધથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી. અવાર નવાર ઢોર બાખડવાના બનાવો બનતા લોકોમાં ભય ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આગાઉ રખડતા ઢોરોએ કેટલાક લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી છે. ત્યારે સંતરામપુર નગરમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસે લોકોને ભયભીત કર્યા છે. ત્યારે આ સમસ્યા અંગે સંતરામપુર નગર પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠવા પામી છે.