સુરતના પાલ વિસ્તારમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીને પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટ લેતા વિદ્યાર્થીને પગના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ ઘટના અ
.
ડમ્પરોના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા આ અંગે ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફૂડશોપ ચલાવતા અરજણભાઈએ જણાવ્યું હતું કે, અહીં વહેલી સવારથી લઈ દિવસભર ડમ્પરો ચાલે છે અને બેફામ ચાલતા આ ડમ્પરોના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે તો ઘણી વખત નિર્દોષ લોકોના ભોગ પણ લેવાયા છે. આ ડમ્પર ચાલકો મોટાભાગે દારૂના નશામાં હોવાનું પ્રતીત થયું છે.
અહીંથી પસાર થતાં તમામ ડમ્પરોને રોક્યા હતા વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટના બાદ આજે સવારે અમે તમામ લોકો એકઠા થયા હતા અને અહીંથી પસાર થતાં તમામ ડમ્પરોને રોક્યા હતા. જેમાંથી મોટાભાગના ડમ્પર ચાલકો પાસે લાઇસન્સ ન હતા અને આ ઉપરાંત આ ડ્રાઇવરો દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટના અંગે અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી કરી હતી.
બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરો વધુમાં જણાવ્યું હતું કે, અમારે ફક્ત પ્રશાસનને એટલું જ કહેવું છે કે, આ બેફામ ચાલતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આવનારા સમયમાં કોઈપણ નિર્દોષ વ્યક્તિનો ભોગ ના લેવાય. સ્થાનિકો દ્વારા પોલીસને બોલાવવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ત્રણ જેટલા ડમ્પર પણ કબજે કરી લેવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
રોષે ભરાયેલા સ્થાનિકોએ અકસ્માત બાદ ડમ્પરોને અટકાવ્યા હતા.
એક વર્ષ પહેલાં ડમ્પર અડફેટે એક કિશોરનું મોત ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ આ વિસ્તારમાં આવી ઘટના બની હતી. જેમાં એક ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારી ભાઈ-બહેનને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત કર્યો હતો. સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના 14 વર્ષના પુત્ર ભવ્ય પટેલ પરથી ડમ્પર ફરી વળ્યું હતું, જેથી ઘટનાસ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની બહેનને ઇજા પહોંચતાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, આ ઘટના બાદ ડમ્પર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.
15 વર્ષીય વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા મોત પાલ આરટીઓ પાસે ટ્રકચાલકે મોપેડસવાર ધોરણ 11ની વિદ્યાર્થિનીને અડફેટમાં લઈ કચડી નાંખતા ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ પાલ ગેલેક્સી સર્કલ પાસે મરૂધર રેસીડેન્સી ખાતે રહેતા વિપુલભાઈ દોશી રેડીમેડ ગારમેન્ટનો વેપાર કરે છે. તેમની 15 વર્ષીય પુત્રી દિયા સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. બપોરે દિયા મોપેડ લઈ સ્કૂલેથી ઘરે જવા નીકળી હતી.
સુરતમાં વિદ્યાર્થીને અડફેટ લેનારું ડમ્પર.
પરવાનગીના સમય જ ડમ્પર શહેરમાં આવ્યું હતું ડમ્પરના ઓનર રાજેશ ઓડે જણાવ્યું કે, કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર અમારા ડમ્પર ચાલતા હોય છે. 17 નવેમ્બરના ભેસાણથી પાલ ગૌરવ પથ મધુબન સર્કલ પાસે માટી ભરવા માટે આ ડમ્પર આવ્યું હતું. નિયમ મુજબ જે સમયે ડમ્પરને સિટીમાં એન્ટ્રી આપવામાં આવે છે એ જ સમયે ડમ્પર શહેરમાં આવ્યું હતું. નિયમ મુજબ અમને રાતે 11 વાગ્યેથી સવારે 9 વાગ્યા સુધી અને બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી જ શહેરમાં આવવાની પરવાનગી છે. અમે તે મુજબ જ અમારા ડમ્પર શહેરમાં ચલાવીએ છીએ. બપોરના સમય આ ઘટના બની હતી. ટ્રાફિક સિગ્નલ પાસે જ આ ઘટના બની છે અને જે વિદ્યાર્થી છે તેને ગંભીર ઇજા પણ થઈ છે. અમે તપાસમાં તમામ પ્રકારનો સહયોગ આપી રહ્યા છીએ.
ભૂતકાળમાં બનેલી ઘટના બાદ પણ બોધપાઠ લેવાયો નથી પાલ ગૌરવ પથ વિસ્તારમાં ભૂતકાળમાં જ્યારે ઘટના બની હતી. ત્યારે પૂર્વ મેયર અને ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ કેટલીક બાબતોને ગંભીરતાથી લઈને તેનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે પૈકી સ્પીડ બ્રેકર જ્યાં જરૂરિયાત હોય તેનો સર્વે કરવાનો હતો અને ત્યાર બાદ સ્પીડ બ્રેકર બનાવવાનો નિર્ણય કરવાના હતા. એટલું જ નહીં પરંતુ કેટલી કન્સ્ટ્રકશન સાઈડ આ વિસ્તારમાં જે તે સમયે ચાલી રહી હતી તેમજ જે ડમ્પર શહેરમાં આવી રહ્યા છે તેમનો આવવાના અને જવાના સમય ઉપર પણ સર્વે કરવાનું નક્કી કરાયું હતું. ફરી એક વખત આ ઘટના બની છે, ત્યારે ટ્રાફિક વિભાગે કેટલી કામગીરી કરી છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે.