વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાનું કપરાડા તાલુકાના નારવડ ગામના 22 વર્ષીય યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી આશરે 5 માસ અગાઉ અપહરણ ગયો હતો. ઘટના અંગે પરિવારના સભ્યોએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. કપરાડા પોલીસની ટીમ
.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામના ખેડૂત પરિવારની 17 વર્ષીય સગીરા સાથે નારવડ ગામના રક યુવકે સોશ્યલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમ્યાન લગ્ન કરવાની લોભામણી લાલચો આપી નારવડ ગામનો યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને 30 એપ્રિલના રોજ સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરાના ઘરે સગીરાના પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરતા સગીરા ક્યાંય મળી આવી ન હતી. પરિજનોની જાણ બહાર ક્યાંક ચાલી નીકળી હતી. કોઈક અજાણ્યા ઈસમે સગીરાનું અપહરણ કર્યું હોવાની આશંકા સાથે સગીરાના પિતાએ 30મી એપ્રિલ 2024ના રોજ કપરાડા પોલીસ મથકે સગીરાના અહરણની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કપરાડા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા હાથ ધરી હતી. કપરાડા પોલીસની ટીમે તાલુકાના મુખ્ય માર્ગો ઉપર આવેલ CCTV અને બસ સ્ટેન્ડ તેમજ રીક્ષા પિકઅપ અને ડ્રોપ સ્ટેન્ડ પાસે આવેલા ખાનગી CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને સગીરાના અપહરણ નો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનાના 5 માસ બાદ કપરાડા પોલીસની ટીમને કેસમાં સફળતા મળી છે. સગીરાનું નારવડ ગામે રહેતા યુવાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હોવાની વિગત કપરાડા પોલીસ મથકના PSI એલ એસ પટેલને મળી હતી.
જે બાદ પોલીસે ખાનગી બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ વડે ચોક્કસ બાતમી મળતા યુવક અને અપહરણનો ભોગ બનનાર સગીરાને નારવડ ગામ ખાતે આવતા ઝડપી પાડ્યા હતા. કપરાડા પોલીસની ટીમે અપહરણ કરનાર 22 વર્ષીય, વસંત પાંડુભાઇ લોચીને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. કપરાડા પોલીસની ટીમે યુવક પાસેથી સગીરાનો કબ્જો મેળવ્યો હતો. સગીરાનું અને યુવકનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. સગીરાનું નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે યુવકે સગીરા.સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી કપરાડા.પોલીસની ટીમે સગીરા અપગરણ કેસમાં પોકસોની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે. યુવકને કોર્ટમાં રજૂ કરતા આરોપી યુવકને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે આદેશ કરતા કપરાડા પોલીસે આરોપી યુવકને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આગળની તપાસ હાથ ધરી છે.