મહેસાણા સહિત જિલ્લામાં 989 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના 13,8467 બાળકોની ગુરુવારથી પ્રથમ સંત્રાત પરીક્ષા શરૂ થઇ હતી. સવારે અને બપોર પાળીને ધ્યાને રાખીને શાળાકીય સંત્રાત પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં ધોરણ 3થી 5ના બાળકોને સવારે અને ધોરણ 6થી
.
25મીએ પ્રથમભાષા ગુજરાતી સિવાય પ્રથમ અન્ય ભાષા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાશે.જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં ગુરુવારથી ધોરણવાઇઝ સુચિત સમયપત્રક મુજબ પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. જ્યારે ખાનગી પ્રાથમિક શાળાઓ પૈકી કેટલીક શાળાઓએ તેમના કાર્યક્રમ મુજબ પરીક્ષા આયોજન કર્યુ હોઇ કેટલીક શાળાઓમાં પ્રથમ સંત્રાત પરીક્ષાઓ પૂર્ણ થઇ છે તો કેટલાકમાં સરકારી શાળાઓ સાથે જ પરીક્ષા કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ ચાલી રહી છે.