સ્ટેન્ડિંગ કમિટીની ગુરુવારે મળેલી બેઠકમાં ચેરમેન પૂરતી તૈયારી વગર આવતા અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. બેઠકમાં અધિકારીઓને વિવિધ વિસ્તારોની સમસ્યા અંગે પ્રશ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ અધિકારીઓ તેનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને
.
તેમણે નવા વિકસી રહેલા વિસ્તારોમાં બીયુ પરમિશન આપતા પહેલા પાણી અને ડ્રેનેજ લાઈન નાખવા કહ્યું હતું. તેમણે રોડ રિસરફેસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત દબાણો દૂર કરી લેફ્ટ ટર્ન વધુ ખુલ્લા કરવા અધિકારીઓને સૂચના આપી હતી. દરમિયાન ગોતામાં દેવ સિટી નજીક 50 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવાનું આયોજન છે. આ પાર્ક કમળ આકારનો દેશનો સૌથી પહેલો ગાર્ડન હશે. અહીં એક જ જગ્યાએથી તમામ રાજ્યોના ફૂલ જોઈ શકાશે. દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલ દર્શાવશે.