અડાજણ વિસ્તારમાં હિદાયતનગર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય રિધ્ધી રાઠોડ, જે કોલેજમાં અભ્યાસ કરે છે, તેઓએ પડોશમાં એકલા રહેતા વૃદ્ધ રમેશભાઈ અને તેમની પત્નીની સેવા કરતા હતા. જ્યારે રમેશભાઈની તબીયત બગડતા 23 ડિસેમ્બરે તેમને અડાજણ બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હ
.
આ દરમિયાન રાત્રે દવાઓ લાવવાની જરૂર જણાઈ, ત્યારે કમલકુમારે રિધ્ધી પાસે તેની મોપેડ ઉછીની માંગી. વિશ્વાસપૂર્વક રિધ્ધીએ મોપેડ આપી, પરંતુ કમલકુમાર મોપેડ લઈ નાસી ગયો. રમેશભાઈના અવસાનના કારણે રિધ્ધી અને તેના પરિવારજનોએ આ મામલે વધુ તપાસ કરી ન હતી. જોકે, 31 ડિસેમ્બરે રિધ્ધીના મોબાઇલ પર મોપેડનો મેમો આવતા, તેણે કમલકુમારને સંપર્ક કર્યો, પણ તે મોપેડ પરત આપવા માટે તૈયાર ન હતો. આખરે, રિધ્ધીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સારોલી માર્કેટમાં 25.21 લાખની કાપડ છેતરપિંડી સારોલી આર.આર.ટી.એમ. માર્કેટમાં કાપડના વેપારી અભીનલ કોકરાએ મુંબઇના બે વેપારી અને એક દલાલ વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. અભીનલ ‘બી.ડી. ઇન્ટરનેશનલ’ નામે કાપડનો વેપાર કરે છે. જાન્યુઆરી 2024માં, કાપડ દલાલ સંજય મુલરાજ સૂચકે મુંબઇના અણર મદનલાલ શર્મા અને લલિત પરમારને અભીનલ પાસે લાવ્યા હતા અને તેમની સારી શાખ ધરાવતો વેપારી તરીકે ઓળખાણ કરાવી હતી.
પ્રારંભિક વેપારમાં બંને વેપારીએ ઉધારમાં કાપડ ખરીદ્યું અને સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીતી લીધો. ત્યાર બાદ, 2 ફેબ્રુઆરી 2024થી 29 ફેબ્રુઆરી 2024 દરમિયાન, આ બંને વેપારીએ દલાલ મારફતે 28.20 લાખનું કાપડ ઉધારમાં લીધું. બાદમાં, તેઓએ માત્ર 2.89 લાખનું માલ પરત કર્યો અને બાકીની 25.21 લાખની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા. ઘણી વાર ઉઘરાણી કર્યા બાદ પણ પેમેન્ટ ન મળતાં, અભીનલએ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અને હવે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
કતારગામના હીરા કારખાનેદાર સાથે 22.21 લાખની છેતરપિંડી કતારગામના હીરા કારખાનેદાર ઘનશ્યામ ગાબાણી સાથે હીરા દલાલ સુધીર કાંતિભાઈ ગાબાણીએ 22.21 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુધીર, ઘનશ્યામભાઈ પાસેથી વેચાણ માટે હીરા લઇ જતો હતો અને સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ મેળવતો હતો.
5થી 15 ઓક્ટોબર 2024 દરમિયાન, સુધીરે 10 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે 22.21 લાખના હીરા લીધા, પણ પછી પેમેન્ટ આપવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે ઘનશ્યામભાઈએ ઉઘરાણી શરૂ કરી, ત્યારે સુધીરે તેમના હીરા ‘ધનસુખભાઈ’ને વેચી દીધાનો વોટ્સએપ મેસેજ મોકલ્યો. 26 ઓક્ટોબરે, ઘનશ્યામભાઈ પેમેન્ટ માટે વરાછા મીની બજાર પહોંચ્યા, પણ ત્યાં સુધીરે ફોન ઉપાડવાનું બંધ કરી નાસી ગયો. આખરે, ઘનશ્યામભાઈએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આ મામલે તપાસ ચાલુ છે.
જૈન દેરાસર અને આશાપૂરી માતાના મંદિરમાંથી મૂર્તિ અને આભૂષણોની ચોરી વેસુ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર અને આશાપૂરી માતાના મંદિર પર તસ્કરોની નજર પડી હતી. 30મી ડિસેમ્બરની રાત્રે તસ્કરોએ સંપ્રતિ પેલેસમાં આવેલા જૈન દેરાસરમાંથી શાંતિનાથ ભગવાન અને અરનાથ ભગવાનની પંચધાતુની મૂર્તિ ચોરી લીધી.
તે જ રાત્રે, તસ્કરોએ આશાપૂરી માતાના મંદિરનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો. ત્યાંથી માતાજીના મુગટ, છત્ર, ચાંદીની પાદુકા, ભૈરવ દાદાના મુગટ અને દાનપેટી મળી કુલ 46,000 રૂપિયાની ચોરી કરવામાં આવી. આ અંગે સંપ્રતિ પેલેસના ભરતભાઈ મહાસુખલાલ વોરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.