અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કર્યા બાદ 19 લોકોને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવીને એન્જ્યોગ્રાફી અને એન્જ્યોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં બે લોકોના મૃત્યુ થવ
.
દર્દીઓના બ્લડ ટેસ્ટ અને રિપોર્ટ નિઃશુલ્ક કરાવવાનું કહી તમામને એક બસમાં અમદાવાદ લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મેડીકલ કેમ્પના નામે જ દર્દીઓના આધારકાર્ડ અને આયુષ્માન કાર્ડની વિગતો મેળવી લેવામાં આવી હતી. અમદાવાદમાં દર્દીઓની થયેલી સારવાર અંગે તેઓના પરિવારને પણ અંધારામાં રખાયા હોવાનું સામે આવ્યું છે.
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
નિઃશુલ્ક રિપોર્ટ કરાવી દેવાનું કહી અમદાવાદ લાવવામાં આવ્યા હતા બોરીસણા ગામના રહીશોને મફતમાં બ્લડ ટેસ્ટ અને બીજા મોટા મોંઘા રિપોર્ટ કરી આપવામાં આવશે તેમ કહી અને બસમાં બેસાડીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. ઉંમરલાયક અને ઓછું ભણેલા દર્દીઓને કોઈપણ પ્રકારની એન્જ્યોગ્રાફી અને એન્જ્યોપ્લાસ્ટી વિશે વિગતવાર માહિતી આપ્યા વિના જ તેમની પાસે અંગૂઠામાં અને સહી લઈ લેવામાં આવી હતી. જ્યારે કેમ્પ કરવામાં આવતો હતો ત્યારે જ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આયુષ્માન કાર્ડની વિગતો લઈ લેવામાં આવતી હતી.
બસમાં બેસાડી 21 લોકોને લાવવામાં આવ્યા હતા કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કરી અને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી સારવાર કરવાથી લઈને બે દર્દીઓના મૃત્યુ થયા બાદ પરિવારજનોએ કરેલી તોડફોડને લઈ દિવ્યભાસ્કરની તપાસમાં સામે આવ્યું હતું કે 10મી નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે કડીના બોરીસણા ગામે આવેલા મહાદેવના મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. 100માંથી 21 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને કહેવામાં આવ્યું હતું કે, કાલે તમારો બ્લડ ટેસ્ટ અને અન્ય મોટા રિપોર્ટો કરી આપીશું. એકદમ ફ્રીમાં તમને આ બધા ટેસ્ટ કરી આપવામાં આવશે આવતીકાલે (11 નવેમ્બર)ના રોજ સવારે બસ આવશે જેમાં તમે બેસીને અમદાવાદ આવજો. બીજા દિવસે સવારે બસ આવી હતી જેમાંએ 19 લોકો બસમાં બેસી ગયા હતા. આ 19 દર્દીઓમાંથી માત્ર ત્રણ કે ચાર લોકો પાસે જ આયુષ્યમાન કાર્ડ નહોતા બાકી તમામ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા.
જે દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી સવારના સમયે કડીના બોરીસણા ગામના 19 લોકોને લઈને બસ ખ્યાતી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સૌથી પહેલા તમામ 19 લોકોના આધાર કાર્ડ અને રેશનકાર્ડ લેવામાં આવ્યા હતા અને જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેના આયુષ્યમાન કાર્ડની પણ માહિતી લઈ લેવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા આ તમામ માહિતી પોતાના ડેટાબેઝમાં લઇ લેવાઈ હતી. સૌથી પહેલા તમામ દર્દીઓના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બ્લડ રિપોર્ટ કર્યા બાદ જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેમને એન્જ્યોગ્રાફી કરી દેવામાં આવી હતી જેની આયુષ્યમાન કાર્ડ માટે રાજ્ય સરકારમાંથી જે મંજૂરી મેળવવાની હોય છે તેની મંજૂરી પણ મેળવી લેવામાં આવી હતી.
દર્દીઓને અંધારામાં રાખી ફોર્મમાં સહીઓ લેવામાં આવી તમામ લોકોની એન્જ્યોગ્રાફી કરી લીધા બાદ તેમાંથી સાત જેટલા લોકોને એન્જ્યોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. દર્દીઓને એન્જ્યોગ્રાફી અને એન્જ્યોપ્લાસ્ટી માટે વિગતવાર કોઈ સમજણ આપવામાં આવી નહોતી. માત્ર દર્દીઓને આ સારવાર કરવાની છે તેમ કહી અને તેમને ફોર્મમાં સહિત અને અંગૂઠા લઈ લેવામાં આવ્યા હતા. દર્દીઓના પરિવારજનોને આ સારવાર માટે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી. સાત દર્દીઓની એન્જ્યોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી જેમાં બે લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. જેઓની અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ઓપરેશન કર્યાના પાંચથી છ કલાકમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે બે દર્દીઓના મૃત્યુ થયા અને ગંભીર હાલત લાગી ત્યારે દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલ તરફથી ફોન કરી અને જાણ કરવામાં આવી હતી. જેથી ગામ વાળાઓ તાત્કાલિક અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દોડી ગયા હતા.
જ્યારે ગામમાં કેમ્પ કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આયુષ્યમાન કાર્ડની જ વિગતો લઈ લેવામાં આવી હતી. આ ગામમાં જેટલા લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતું તેમની વિગત પણ લઈ લેવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા કડી તાલુકા અને અમદાવાદ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં મેડિકલ કેમ્પ કરી અને વિગતો મેળવી લેવામાં આવતી હતી અને જે અભણ તેમજ ઓછું ભણેલા લોકો હોય તેમને મફતમાં બધા રિપોર્ટ કરાવી આપીશું તેમ કહી હોસ્પિટલમાં લાવી અને આયુષ્યમાન કાર્ડ હેઠળ એન્જ્યોગ્રાફી અને એન્જ્યોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી.
રાજ્ય સરકારની તપાસમાં થઈ શકે છે વધુ ઘટસ્ફોટ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ દ્વારા PMJAY હેઠળ કેવી રીતે કૌભાંડ ચલાવવામાં આવતું હતું તેની હવે વિગતવાર તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી છે કેટલી જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલા લોકોની પાસેથી તેઓએ કેમ્પ બાદ હોસ્પિટલમાં લાવીને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરી છે તે અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
ખ્યાતિ હોસ્પિટલને PMJAYના લિસ્ટમાં બ્લોક કરી દેવામાં આવી ભારત સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના નામે લોકોની એન્જ્યોગ્રાફી અને એન્જ્યોપ્લાસ્ટી કરી કરોડો રૂપિયા કમાનાર ખ્યાતિ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ(PMJAY) હોસ્પિટલના લિસ્ટમાંથી બ્લોક કરી દેવામાં આવી છે અને તેને આ યાદી માંથી સંપૂર્ણપણે દૂર કરવા માં આવશે જેથી હોસ્પિટલ હવે PMJAY હેઠળ કોઈ સારવાર નહીં કરી શકે.