મહીસાગર જિલ્લાના લુણાવાડા વણકર સમાજ ભવન ખાતે શ્રી વણકર સમાજ પ્રગતિ મંડળ, પાંચ પરગણાં દ્વારા સ્નેહ સંમેલન તથા વણકર સમાજના કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન તેમજ નવનિર્મિત રૂમ સમાજને અર્પણ કરવાનો કાર્યક્રમ સવગુણ ધામ ઝાંઝરકા ગાદીપતિગઢડા ધારાસભ્ય શંભુનાથજી મહારા
.
મહંત શંભુનાથજી મહારાજે સ્નેહમિલન પ્રસંગે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં બાબાસાહેબ આંબેડકરે ચીંધેલા રાહ પર હકારાત્મકતાથી આગળ વધવા અપીલ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનેકવિધ સમાજસેવાની પ્રવૃત્તિ કરનાર સતત કાર્યશીલ મોતીઘોડાના સામાજિક યુવા કાર્યકર રાકેશકુમાર ચૌહાણના વિશેષ સન્માન સહિત સમાજ માટે યોગદાન આપનાર દાતાઓ અને સેવાભાવી અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ત્રિવેણી કાર્યક્રમમાં વિરપુર માનવ સેવા મંદિર પ્રમુખ ચતુરભાઈ પી. માયાવંશી, સપના ઍજ્યુકેશન ટ્રસ્ટ લીમડીયા પ્રમુખ નીલાબેન પરમાર, નાયબ મામલતદાર મંથનકુમાર પરમાર, આંબેડકર એવોર્ડ વિજેતા ટીચર, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના દાતા રામજીભાઈ એન. વણકર, કોઠા તાલુકા પંચાયત સદસ્ય અને સત્તરગામ સંચાલિત પ્રાણનાથ સેવા ટ્રસ્ટ પ્રમુખ પરાગભાઈ વણકર, શ્રી વણકર સમાજ પ્રગતિ મંડળ, પાંચ પરગણાંના પ્રમુખ કાળુભાઇ વણકર, મંત્રી પંકજભાઈ સુતરીયા સહિત સમગ્ર કાર્યવાહક ટીમ, બાંધકામ સમિતિ, સમાજના દાતાઓ, અગ્રણીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.