ભારત અંતરિક્ષમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો છે ત્યારે ઈસરોના પૂર્વ ચેરમેને આવનાર વર્ષે આ ટેક્નોલોજીની મદદથી સ્પેસ ટ્રાવેલિંગ માટે આ વર્ષે બે અનક્રુડ મિશન યોજાશે એવું જણાવ્યું હતું. 2025ના આ બે મિશનમાં સૌપ્રથમ માનવ રહિત અવકા
.
ડોકિંગ ટેક્નિકમાં નિષ્ણાત બનનાર ચોથો દેશ બન્યો ગઈકાલે સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારત@2047માં ઈસરોના પૂર્વ ચેરમેન એ.એસ. કિરણકુમારે હાજરી આપી હતી, જેમાં સ્પેડેક્સ મિશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઈસરો)એ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (સ્પેડેક્સ) અંતર્ગત એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઈસરોએ બે અવકાશયાનને અંતરિક્ષમાં સફળતાપૂર્વક ડોકિંગ કરીને ભારતને રશિયા, અમેરિકા અને ચીન બાદ ડોકિંગ ટેક્નિકમાં નિષ્ણાત બનનાર ચોથો દેશ બન્યો. આ સફળતા ભારત માટે અંતરિક્ષ યાત્રીને અવકાશમાં રોકાણ કરવા માટેના પ્રયોગ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આ મિશનથી ભારતના અવકાશ સ્ટેશનના માર્ગ મોકળા થયા અહીં લિટરેચર ફેસ્ટિવલમાં વોર ઓફ ટેકનોલોજી પર ચર્ચા દરમિયાન સ્પેડેક્સ મિશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બરે PSLV-C60 રોકેટ વડે 220 કિલોના બે અવકાશયાન – ચેઝર અને ટાર્ગેટ એ પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યા હતા. ઈસરો હવે આગામી દિવસોમાં આ બંને અવકાશયાનોના અનડોકિંગ અને પાવર ટ્રાન્સફર પર કામ કરશે. આ ડોકિંગ મિશન ભારતીય અવકાશ એન્જિનિયરિંગમાં એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે, ડોકિંગ ટેકનિક અવકાશ મિશન માટે અત્યંત જરૂરી ગણાય છે. ભવિષ્યમાં અવકાશયાત્રીઓને રોકાણ માટેના પ્લેટફોર્મ તૈયાર કરવાના અને પરત લાવવા માટે આ ટેક્નિકનો ઉપયોગ થશે. આ મિશનથી ભારતના અવકાશ સ્ટેશનના માર્ગ મોકળા થયા છે. ગગનયાન અને ચંદ્રયાન-4 જેવા મિશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં અવકાશયાત્રીઓને મોકલીને ચંદ્ર પરના પથ્થર અને ખનિજ પદાર્થ ભેગા કરવામાં આવશે.
દુનિયાના માત્ર ચાર જ દેશો આ ક્ષમતા ધરાવે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં જ અમે સ્પેડેક્સ દ્વારા બે ઉપગ્રહ પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર પ્રતિ સેકન્ડ સાત કિલોમીટર ગતિએ મોકલ્યા છે. બંને ઉપગ્રહને એકબીજા સાથે જોડવાનું કાર્ય સફળ થયું છે. આવનાર દિવસોમાં જે માનવ ધરતીથી અવકાશ ભ્રમણ કરવા જશે, તેના માટે આ પ્રયોગ અને ભારતીય સ્પેસ સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચંદ્ર પર લોકો ઉતારવાની અને પરત લાવવાની વાત પણ રાષ્ટ્રીય ગૌરવ છે. દુનિયાના માત્ર ચાર જ દેશો આ માટેની ક્ષમતા ધરાવે છે અને આ અમારો પ્રથમ પ્રયત્ન છે. આવનાર વર્ષે ધરતીથી માનવને મોકલીને પરત લાવવાના પ્રયોગો થશે.

અમેરિકા, રશિયા અને ચીન આ પ્રયોગ કરી ચૂક્યા છે વર્ષ 2025માં બે અનક્રુડ મિશન યોજાશે, જેમાં બે માનવ રહિત અવકાશયાન મોકલવામાં આવશે. તેમાં તમામ મહત્વપૂર્ણ સિસ્ટમો સ્થિર કરવામાં આવશે. 2026માં માનવ સહિત મિશન માટેના પ્રયત્નો શરૂ કરાશે. ભારત આ ક્ષમતા ધરાવનાર ચોથો દેશ બનશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન આ પ્રયોગ કરી ચૂક્યા છે. જ્યારે આપણે ગગનયાત્રીઓને અવકાશમાં મોકલીશું ત્યારે ભારતનો વિશ્વમાં મહત્વપૂર્ણ દરજ્જો વધશે.
મિશન શા માટે જરૂરી? આ ટેક્નોલોજીનો ઉપયોગ ચંદ્રયાન-4 મિશનમાં કરવામાં આવશે જેમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પર પાછાં લાવવામાં આવશે. સ્પેસ સ્ટેશન બનાવવા અને પછી ત્યાં મુસાફરી કરવા માટે પણ ડોકિંગ ટેક્નોલોજીની જરૂર પડશે. આ ટેક્નોલોજી ગગનયાન મિશન માટે પણ જરૂરી છે જેમાં મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવશે. આ ટેક્નોલોજી સેટેલાઇટ સર્વિસિંગ, ઇન્ટરપ્લેનેટરી મિશન અને મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે જરૂરી છે.
સ્પેડેક્સ મિશન પ્રક્રિયા: જાણો કેવી રીતે નજીક આવ્યાં બે અવકાશયાન?
- 30 ડિસેમ્બરે PSLV-C60 રોકેટ દ્વારા 470 કિમીની ઊંચાઈએ બે નાનાં અવકાશયાન ટાર્ગેટ અને ચેઝરને અલગ-અલગ ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. ડિપ્લોયમેન્ટ પછી, બંને અવકાશયાનની ગતિ લગભગ 28,800 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. આ સ્પીડ બુલેટની સ્પીડ કરતાં 10 ગણી વધારે હતી. બે અવકાશયાન વચ્ચે કોઈ સીધું કોમ્યુનિકેશન લિંક કરાયું નહોતું. તેને જમીન પરથી ગાઇડ કરાયું હતું. બંને અવકાશયાન એકબીજાની નજીક લાવવામાં આવ્યાં હતાં.
- 5 કિમીથી 0.25 કિમી સુધીનું અંતર ઘટાડવા માટે લેઝર રેન્જ ફાઇન્ડરનો ઉપયોગ કરાયો હતો. 300 મીટરથી 1 મીટરની રેન્જ માટે ડોકિંગ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે વિઝ્યુઅલ કેમેરા 1 મીટરથી 0 મીટરના અંતરે ઉપયોગમાં લેવાયા હતા. સફળ ડોકિંગ પછી, બે અવકાશયાન વચ્ચે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સફર હવે આગામી દિવસોમાં દર્શાવવામાં આવશે. ત્યારપછી અવકાશયાનનું અનડોકિંગ થશે અને તે બંને પોતપોતાના પેલોડ્સનું સંચાલન શરૂ કરશે. આનાથી લગભગ બે વર્ષ સુધી વેલ્યુએલ ડેટા મળતો રહેશે.

ભારતે તેની ડોકિંગ મિકેનિઝમ પર પેટન્ટ લીધી આ ડોકિંગ મિકેનિઝમને ‘ઇન્ડિયન ડોકિંગ સિસ્ટમ’ નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ આ ડોકિંગ સિસ્ટમની પેટન્ટ પણ લીધી છે. ભારતે તેની પોતાની ડોકિંગ મિકેનિઝમ વિકસાવવી પડી કારણ કે, કોઈપણ અવકાશ એજન્સી આ અત્યંત જટિલ પ્રક્રિયાની વિગતો શેર કરતી નથી.
પ્રયોગ માટે મિશનમાં 24 પેલોડ પણ મોકલવામાં આવ્યાં હતાં માઇક્રોગ્રેવિટીમાં પ્રયોગો માટે આ મિશનમાં 24 પેલોડ પણ મોકલવામાં આવ્યાં છે. આ પેલોડ્સ POEM (પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ) તરીકે ઓળખાતા PSLV રોકેટના ચોથા તબક્કામાં હતા. 14 પેલોડ્સ ISROના છે અને 10 પેલોડ બિન-સરકારી સંસ્થા (NGE)નાં છે.
અમેરિકાએ 16 માર્ચ, 1966એ પ્રથમ વખત ડોક કર્યું હતું
- અવકાશમાં બે અવકાશયાનનું પ્રથમ ડોકિંગ 16 માર્ચ, 1966એ જેમિની VIII મિશનમાં પૂર્ણ થયું હતું. જેમિની VIII અવકાશયાન એજેના ટાર્ગેટ વ્હીકલ સાથે ડોક કર્યું હતું, જેને તે જ દિવસે પહેલાં લોંચ કરાયું હતું.
- સોવિયેત યુનિયન (હવે રશિયા) એ 30 ઓક્ટોબર, 1967એ અવકાશમાં પ્રથમ વખત બે અવકાશયાન મોકલ્યાં હતાં. માનવરહિત કોસ્મોસ 186 અને 188 ઓટોમેટિક ડોક કરાયા હતા. સોવિયેત યુનિયનના ફ્લાઇટ પ્રોગ્રામ પર પાછા ફરવા માટે ડોકિંગ એક મહત્ત્વપૂર્ણ પગલું હતું.
- ચીનનું પ્રથમ અવકાશ ડોકિંગ નવેમ્બર 2, 2011એ થયું હતું, જ્યારે અનક્રુડ શેનઝોઉ 8 અવકાશયાન સફળતાપૂર્વક ટિઆંગોંગ-1 સ્પેસ લેબ મોડ્યુલ સાથે ડોક કર્યું હતું. આ ડોકિંગ ચીનના ગાંસુમાં આવેલા જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરમાં થયું હતું.