સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી છે. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બે બાળકીઓ સાથે અડપલાં કરનાર આરોપી તેમના જ સોસાયટીમાં રહેતો હતો અને બાળાઓનો ઓળખ
.
ઘટના કેવી રીતે બની? તારીખ 2 જાન્યુઆરીના બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી. આ દરમિયાન આરોપીએ તેમને જોઈ અને તેમની નજીક ગયો. થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો હતો. જે બાદ બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ દીધી. તે એવું દેખાડવા માંહતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઇરાદો ખોટો હતો. આ આરોપીએ બાળકીને ઉંચકીને તેના કપડાંની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી. નજીક રમતા અન્ય ત્રણ બાળકીઓ પણ આ મુંજવણભર્યા દૃશ્યો જોઈ રહ્યા હતા.
યુવકની અશ્લિલ કરતુત સીસીટીવીમાં કેદ 10 વર્ષથી પણ નાની ઉંમરના બે બાળાઓ સાથે થતી આ ઘટનાની તમામ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે એક રીક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો, ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો, પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી. ભેસ્તાન પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી. આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે આરોપીને ઝડપી પડ્યો છે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ. 2/01/2025ના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી, ત્યારે એક અજાણ્યા શખસે એક બાળકીને ખોળામાં ઊંચકી તેની સાથે શારીરિક અડપલા કરીને છેડતી કરી હતી. આ ઘટના બાદ પ્રાપ્ત માહિતીના આધારે, બાળકીની છેડતી કરનારા શખસની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી (ઉંમર 26) તરીકે કરવામાં આવી છે. આરોપી ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝ, સનામીલ પાસે સંચાખાતા ખાતે નોકરી કરતો અને અક્ષાનગર કંકાલીબસ્તી, આશીયા મસ્જિદ નજીક, ઊન, સુરત ખાતે રહેતો હતો. પોલીસે આરોપીને ઝડપી પડ્યો છે અને પોલીસ સ્ટેશન લાવી, તેના પર ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં બીજીવાર આવી ઘટના થોડા દિવસ પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. જ્યાં એક વ્યક્તિએ મોપેડ પર બેઠેલી બે માસૂમ બાળાઓ સાથે શારીરિક છેડતી કરી હતી. જોકે તેની ધરપકડ કરવામાં આવી હતી, પણ હવે ફરી ભેસ્તાન વિસ્તારમાં આવી જ ઘટના બની છે. સામાજિક સુરક્ષાના મામલે આવા કિસ્સાઓ લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યા છે.