પાટણ જિલ્લાના સાંતલપુરના મઢુત્રા નજીકથી પસાર થતી KBC કેનાલમાં આજે વહેલી સવારે ઈનોવા કાર ખાબકી હતી. કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકતાં પાણીમાં ગરક થઈ હતી. બનાવની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. પાણીમાં ગરક થયેલ
.
આ બનાવની મળતી માહિતી મુજબ શનિવારે સવારે સાંતલપુરનો મિતેશ કોલી નામનો શખ્સ રાપરના ફતેહગઢ ગામે રહેતા પોતાના માસાના ઘરેથી પોતાની ગાડી લઈને પરત સાંતલપુર ફરી રહ્યો હતો, ત્યારે સાંતલપુર-મઢુત્રા માર્ગ પર ગાડીના સ્ટેયરિંગ પરથી તેને કાબુ ગુમાવતા ઇનોવા ગાડી કેનાલમાં ખાબકી હતી.
ઇનોવા ગાડી ચાલક સાથે કેનાલમાં ખાબકી હોવાની જાણ કેનાલ આજુબાજુના ખેતરમાં કામ કરતાં લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને બનાવની જાણ સાંતલપુર પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે આવી કેનાલમાં ખાબકેલા ચાલક સાથેની કારને ટીમ ની મદદથી બહાર કાઢવાની કામગીરી સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.